તામિલ ફિલ્મ ‘કુઝંગલ્સ’ને ઑસ્કરમાં એન્ટ્રી મળતાં શુભેચ્છા આપી વિકી કૌશલે

25 October, 2021 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પિતા જે છે તેની શરાબ પીવાની લતને કારણે તેની પત્ની તેને તરછોડી દે છે એથી તેને ઘરે પાછી લાવવા માટે આ પિતા-પુત્ર નીકળી પડે છે.

તામિલ ફિલ્મ ‘કુઝંગલ્સ’ને ઑસ્કરમાં એન્ટ્રી મળતાં શુભેચ્છા આપી વિકી કૌશલે

વિકી કૌશલે તામિલ ફિલ્મ ‘કુઝંગલ્સ’ને ૯૪મા ઑસ્કર અવૉર્ડ્સ ૨૦૨૨માં ભારત વતી એન્ટ્રી મળતાં કૉન્ગ્રેચ્યુલેશન્સ કહ્યું છે. આ વર્ષે રિલીઝ થયેલી આ ફિલ્મને જાણીતા ટાઇગર અવૉર્ડથી નવાજવામાં આવી હતી. આ ફિલ્મમાં કરુથડાઇયાન અને ચેલ્લાપન્ડી લીડ રોલમાં હતાં. ફિલ્મની સ્ટોરી પિતા-પુત્રના સંબંધો પર પ્રકાશ પાડે છે. પિતા જે છે તેની શરાબ પીવાની લતને કારણે તેની પત્ની તેને તરછોડી દે છે એથી તેને ઘરે પાછી લાવવા માટે આ પિતા-પુત્ર નીકળી પડે છે. આ ફિલ્મને નયનતારા અને વિજ્ઞેશ સિવને પ્રેઝન્ટ કરી છે અને નવોદિત ડિરેક્ટર પી. એસ. વિનોદરાજે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ઉપરાંત વિકીની ‘સરદાર ઉધમ’, વિદ્યા બાલનની ‘શેરની’, યોગી બાબુની ‘મન્ડેલા’ અને માર્ટિન પ્રક્કાટની ‘નયટ્ટુ’ને પણ ઑસ્કરમાં મોકલવા માટે શૉર્ટ-લિસ્ટ કરવામાં આવી છે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી હતી, ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ નયનતારા, વિજ્ઞેશ સિવન અને ટીમને. જીત હાંસલ કરી લો.’

bollywood news bollywood bollywood gossips vicky kaushal