'વિકી ડોનર' ફૅમ અભિનેતા ભૂપેશ પંડયાને કેન્સર,બૉલીવુડ સેલેબ્ઝ આવ્યા મદદે

20 September, 2020 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'વિકી ડોનર' ફૅમ અભિનેતા ભૂપેશ પંડયાને કેન્સર,બૉલીવુડ સેલેબ્ઝ આવ્યા મદદે

ભૂપેશ પંડયા

ફિલ્મ 'વિકી ડોનર' અને 'હજારો ખ્વાહિશે ઐસી' દ્વારા ચાહકોમાં લોકપ્રિય થાનર અભિનેતા ભૂપેશ કુમાર પંડયાને હાલમાં જ ચોથા સ્ટેજનું ફેફસાંનું કેન્સર થયું હોવાનું સામે આવ્યું છે. અભિનેતા અત્યારે અમાદાવાદની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. તેમને સારાવાર માટે આર્થિક મદદની જરૂર હોવાથી અનેક બૉલીવુડ સેલેબ્ઝ આગળ આવ્યા છે. ભૂપેશ કુમાર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ના પાસઆઉટ વિદ્યાર્થી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં ભૂપેશ પંડયાની પત્ની છાયા પંડ્યાએ કહ્યું હતું કે, કમનસીબે આ વાત સાચી છે. તેમના પતિને ચોથા સ્ટેજનું કેન્સર છે. હાલમાં તેમની સપોર્ટિવ કેર, કીમોથેરપી તથા દુખાવો ઓછી કરવાની સારવાર અમદાવાદની એપોલો હૉસ્પિટલમાં ચાલે છે.

ભૂપેશ પંડયા દિલ્હીના થિયેટર સર્કલમાં જાણીતું નામ છે. ભૂપેશ દિલ્હીમાં રહે છે. જોકે, લૉકડાઉન દરમિયાન ભૂપેશ પરિવાર સાથે રાજસ્થાનના બાંસવાડા સ્થિત પોતાના વતન ગઢી આવ્યો હતો. શરૂઆતમાં ભૂપેશને કફ હતો અને તેણે આના પર કંઈ જ ધ્યાન આપ્યું નહોતું. પરિવાર ભૂપેશની સારવાર કરાવતો હતો. જ્યારે ભૂપેશની તબિયત એકદમ બગડી તો તેને તાત્કાલિક ઉદેપુર લઈને જવામાં આવ્યો હતો. ગઢીમાં મેડિકલ સારવારની કોઈ સુવિધા નથી. ઉદેપુરમાં પણ ભૂપેશની તબિયતમાં કોઈ જ સુધારો જોવા મળ્યો નહોતો. ત્યારબાદ ડૉક્ટર્સે અમદાવાદની અપોલો હોસ્પિટલમાં લઈ જવાની વાત કરી હતી. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયે ભૂપેશ અપોલો હોસ્પિટલમાં દાખલ થયો હતો અને અહીંયા તેને ચોથા સ્ટેજનું ફેફસાંનું કેન્સર હોવાની જાણ થઈ હતી. 13 સપ્ટેમ્બરના રોજ ભૂપેશને રજા આપી દેવામાં આવી હતી. જોકે, 21 સપ્ટેમ્બરે ફરીથી ભૂપેશને એડિમટ કરવામાં આવ્યો હતો.  ભૂપેશને બે દીકરીઓ છે.

ભૂપેશની પત્ની છાયા દિલ્હીમાં ટીચરની નોકરી કરતી હતી પરંતુ કોરોનાને કારણે તેની નોકરી પણ જતી રહી છે. છાયાએ કહ્યું હતું, 'ભૂપેશના મિત્રો તેમને નાણાકીય મદદ કરી રહ્યા છે પરંતુ તેમની પાસે હાલમાં પૂરતા પૈસા નથી. આગામી ટ્રીટમેન્ટના છ રાઉન્ડ માટે 15 લાખ રૂપિયાની જરૂર છે. આ રકમ અમારા માટે બહુ જ મોટી છે અને મને ખ્યાલ નથી કે અમે કેવી રીતે આ બધું કરીશું. પરિવારની બચત પુરી થવા આવી છે.'

રાજસ્થાન સરકારે ચીફ મિનિસ્ટર ફંડમાંથી 2 લાખ રૂપિયા સારવાર માટે આપ્યા હોવાની વાત એક મિત્રએ જણાવી છે. ભૂપેશની સાથે ભણતા કશિશ મલ્હોત્રા, અશ્વથ ભટ્ટ, સંજય ગૌતમ તથા સૌતી ચક્રવર્તીએ કેટ્ટો ઓર્ગેનાઈઝેશન દ્વારા ક્રાઉડ ફંડિગ મારફતે પૈસા ભેગા કરવાનું નક્કી કર્યું છે. આ લખાય છે ત્યાં સુધીમાં 13 લાખ રૂપિયા ભેગા થયા છે. તેમાં ગજરાજ રાવ-નિખિલ દ્વિવેદીએ 25,000 રૂપિયા આપ્યા છે. શિખ્યા એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસે 2 લાખ રૂપિયાની મદદ કરી છે.

બૉલીવુડમાંથી અભિનેતા મનોજ બાજપાઈ અને રાજેશ તૈલંગે પણ મદદ માટે લોકોને અપીલ કરી છે.

થિયેટર એક્ટર ભૂપેશ કુમાર પંડ્યા છેલ્લાં ઘણાં વર્ષોથી થિયેટર તથા બૉલીવુ ફિલ્મમાં કામ કરે છે. તેઓ છેલ્લે જ્હોન અબ્રાહમની ફિલ્મ 'પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ'માં જોવા મળ્યા હતા.

entertainment news bollywood news bollywood gossips vicky donor manoj bajpayee