વિકી કૌશલઃ એક સમયે ચાલમાં રહેતો યુવાન આ રીતે બન્યો સ્ટાર

16 May, 2019 01:58 PM IST  |  મુંબઈ

વિકી કૌશલઃ એક સમયે ચાલમાં રહેતો યુવાન આ રીતે બન્યો સ્ટાર

File Photo

પોતાની દમદાર એક્ટિંગને કારણે વિક્કી કૌશલ ખૂબ જ ઓછા સમયમાં બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. આજે વિકી કૌશલ પોતાનો 31મો જન્મદિવસ મનાવી રહ્યા છે. બોલીવુડના સંખ્યાબંધ એક્ટર્સની જેમ વિકી કૌશલ પણ એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે. સ્ટારડમ સુધી પહોંચવા માટે તેમણે ખૂબ જ મહેનત કરી છે. અમે તમને આજે વિક્કી કૌશલની એવી વાતો જણાવીશું જે તમે નહીં જાણતા હો.

ચાલીમાં રહેતા હતા વિકી કૌશલ

16 મે, 1988ના રોજ મુંબઈમાં જન્મેલા વિકી કૌશલના પિતા શ્યામ કૌશલ એક્શન ડિરેક્ટર રહી ચૂક્યા છે. તો વિકીના મધર વીણા કૌશલ હાઉસ વાઈફ હતા. વિકીને એક નાનો ભાઈ પણ છે, જે આસિસ્ટન્ટ ડિરેક્ટર છે. શરૂઆતના દિવસોમાં વિકી પોતાના પરિવાર સાથે મુંબઈની એક નાનકડી ચાલીમાં રહેતા હતા. તે સમયે તેના પિતા સ્ટંટમેન હતા. વિકીને બાળપણથી જ ડાન્સિંગ અને એક્ટિંગનો શોખ હતો. તમે કદાચ એ નહીં જાણતા હો કે વિકી કૌશલ ટ્રેઈન્ડ ડાન્સર છે. એક્ટર બનતા પહેલા વિકી એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા. વિકી કૌશલ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યૂનિકેશન એન્જિનિયર છે. 2009માં વિકી કૌશલે રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી ગ્રેજ્યુએશન કરી ચૂક્યા છે.

એક્ટિંગ માટે ફગાવી હતી નોકરી

એન્જિનિયરિંગ કર્યા બાદ વિકી કૌશલને નોકરી માટે જુદી જુદી ઓફર મળી હતી. પરંતુ વિકી કૌશલને માત્ર એક્ટિંગમાં જ રસ હતો, એટલે તેમણે બધી જ નોકરી ફગાવી દીધી. બાદમાં વિક્કી કૌશલે 'કિશોર નમીત કપૂર'ની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લીધું અને ત્યાંથી એક્ટિંગનો અબ્યાસ કર્યો.

આ પણ વાંચોઃ શેફાલી શાહ છે અડધા ગુજરાતી અને અડધા મેંગ્લોરિયન, આ ગુજરાતી ફિલ્મમાં કર્યું છે કામ

આ ફિલ્મે બદલી વિકી કૌશલની કિસ્મત

વિકી કૌશલની લાઈફ 'મસાન' ફિલ્મથી બદલાઈ ગઈ. આ ફિલ્મ વિકી કૌશલની ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મમાં વિકી કૌશલને બેસ્ટ મેલ ડેબ્યુ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. વીક કૌશલે પહેલી જ ફિલ્માં એટલી જબરજસ્ત એક્ટિંગ કરી કે તે બધાના દિલો દિમાગમાં છવાઈ ગયા. બાદમાં 'સંજુ', 'રાઝી' જેવી હિટ ફિલ્મો આપી. સંજુ માટે વિકી કૌશલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

 

vicky kaushal bollywood entertaintment