વિકી કૌશલે મમ્મીની કઈ ઇચ્છા પૂરી કરી?

13 January, 2019 08:33 AM IST  | 

વિકી કૌશલે મમ્મીની કઈ ઇચ્છા પૂરી કરી?

એક ટીવી શૉમાં વિકી કૌશલ

વિકી કૌશલે હાલમાં જ તેની મમ્મીની ઘણા સમયની ઇચ્છા પૂરી કરી છે. વિકીની મમ્મી વીણા કૌશલને ઝી ટીવી પર આવતો રિયલિટી શો ‘સા રે ગા મા પા’ ખૂબ જ પસંદ છે. તેમની ઇચ્છા હતી કે વિકી આ શોમાં ભાગ લે. એથી વિકી તેની ‘ઉરી’ને જ્યારે પ્રમોટ કરવા માટે આ શોમાં આવ્યો ત્યારે તેની મમ્મીની ઇચ્છા પૂરી થઈ હતી. વિકીએ એક સ્પર્ધક સાથે ‘મેરે સામને વાલી ખિડકી મેં’ ગીત પણ ગાયું હતું. આ વિશે વધુ જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘પહેલી વાત તો એ છે કે હું ‘સા રે ગા મા પા’માં આવ્યો હોવાથી મારી મમ્મી મારા પર ખૂબ જ ગર્વ કરશે, કારણ કે આ તેમનો ફેવરિટ શો છે. હું નાનો હતો ત્યારથી આ શોને ફૉલો કરતો આવ્યો છું અને મારા માટે આ શોમાં હાજરી આપવી ગર્વની વાત છે.’

આ પણ વાંચોઃ Movie Review: ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક, મળ્યા ફક્ત આટલા જ સ્ટાર્સ

vicky kaushal