Movie Review: ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક, મળ્યા ફક્ત આટલા જ સ્ટાર્સ

Parag Chhapekar | Jan 11, 2019, 15:17 IST

ભારતીય સેનાએ જે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, એના પર ભલે જ રાજનીતિક દૃશ્યમાં અલગ રીતથી એનો ઉપયોગ કર્યો હતો, એના પૂરાવા માંગવામાં આવ્યા.

Movie Review: ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક, મળ્યા ફક્ત આટલા જ સ્ટાર્સ
ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક

કાસ્ટ: વિકી કૌશલ, યામી ગૌતમ, પરેશ રાવલ ઈત્યાદિ

સ્ક્રિપ્ટ/દિગ્દર્શક: આદિત્ય ઘર

નિર્માતા: રોની સ્ક્રૂવાલા

ભારતીય સેનાએ જે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, એના પર ભલે જ રાજનીતિક દૃશ્યમાં અલગ રીતથી એનો ઉપયોગ કર્યો હતો, એના પૂરાવા માંગવામાં આવ્યા. પરંતુ ભારતીય જનતાએ આપણા સૈન્યની બહાદુરી માટે તેમને હૃદયથી શુભેચ્છા પાઠવી. ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મમાં આ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સરહદ પાર કરીને આવા મોટા મિશન કેવી રીતે કરી શકાય? ભારતીય સૈન્યએ આ કાર્યની યોજના કેવી રીતે બનાવવી જોઈએ? આ જાણવાની આતુરતા કરોડો ભારતીયોના મનમાં હંમેશા રહી છે અને જ્યારે એના પર ફિલ્મની ઘોષણા થઈ તો લોકોએ મન બનાવી લીધું હતું કે તેઓ ફિલ્મને જરૂર જોવા જશે.

અભિનયની વાત કરીએ તો વિકી કૌશલ પોતાના અભિનયથી દર વખતે સાબિત થાય છે કે વિકી હવે એક આધારભૂત હીરો છે અને આ એનો પૂરાવો છે. ઈમોશન હોય કે કૉમેડી હોય બધી રીતના રોલ ભજવી ચૂક્યા છે. પરેશ રાવલ એનો ભરપૂર સાથે આપે છે. યામી ગૌતમના પાત્રમાં વધારે સ્કોપ નહીં હતો પણ જેટલો હતો એટલો દિલથી પાત્ર ભજવ્યો હતો.

આ પણ વાંચો : Movie Review: રાજકીય ફિલ્મોનો યુગ શરૂ, ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર

કુલ મળીને સર્જિકલ સ્ટ્રાઈક એક સામાન્ય ફિલ્મ છે, જેમાં રિયલ્ટીનો અભાવ અને ઈમોશનની કમી ફિલ્મને કમજોર બનાવે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK