દિગ્ગજ અભિનેત્રી અને અમિતાભ, ધર્મેન્દ્રની ઑન-સ્ક્રીન માતા સુલોચના લાટકરનું નિધન

04 June, 2023 07:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પીઢ અભિનેત્રી સુલોચના લાટકર(sulochana latkar )ની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર સામે આવ્યા હતા. બોલિવૂડની વરિષ્ઠ અભિનેત્રી સુલોચના લાટકરની તબિયત બગડી હતી, ત્યારબાદ 94 વર્ષીય અભિનેત્રીને દાદરની સુશ્રુષા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સુલોચના લાટકર

સિનેમા જગતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. પીઢ અભિનેત્રી સુલોચના લાટકર(sulochana latkar passes away)ની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર સામે આવ્યા હતા. બોલિવૂડની વરિષ્ઠ અભિનેત્રી સુલોચના લાટકરની તબિયત બગડી હતી, ત્યારબાદ 94 વર્ષીય અભિનેત્રીને દાદરની સુશ્રુષા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમણે દેહ છોદી આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

લાંબા સમયથી શ્વાસ સંબંધી રોગથી પીડાતા હતા

સુલોચના લાટકર છેલ્લા કેટલાક મહિનાઓથી શ્વાસની બીમારીથી પીડિત હતા. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સુલોચનાના મૃત્યુની પુષ્ટિ તેમના જમાઈએ કરી છે. તેમના પાર્થિવ દેહને આવતીકાલે એટલે કે સોમવારે સવારે 11 થી સાંજના 5 વાગ્યા દરમિયાન તેમના પ્રભાદેવી નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું
 માર્ચમાં પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેને આ વાતની જાણ થઈ તો તેમણે અભિનેત્રીની સારવારમાં મદદ કરી. માર્ચમાં જ્યારે સુલોચના લાટકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સુલોચના દીદીની સારવારનો તમામ ખર્ચ મુખ્ય પ્રધાનના તબીબી રાહત ભંડોળમાંથી ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. સુલોચના લાટકરે અત્યાર સુધી ઘણી મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પ્રખ્યાત મરાઠી ફિલ્મોમાં `મરાઠા ટીટુકા મેલાવાવા`, `મોલકારિન`, `બાલા જો રે`, `સંગતે આઈકા`, `સસુરવાસ`, `વાહિની ચી બાંગડ્યા`નો સમાવેશ થાય છે. આ સાથે સુલોચનાએ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચો: આખરે આલિયાની દીકરીની એક ઝલક મળી જોવા, રાહાને લઈ કરીનાને મળવા પહોંચ્યા આલિયા-રણબીર

અમિતાભ-ધર્મેન્દ્રની ઓન-સ્ક્રીન માતા
નોંધનીય છે કે, પીઢ અભિનેત્રી સુલોચના લાટકર 94 વર્ષના થઈ ગયા હતા. તેણે ઘણી ફિલ્મોમાં અમિતાભની માતાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મોમાં `રેશ્મા ઔર શેરા`, `મજબૂર` અને `મુકદ્દર કા સિકંદર` જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સાથે તેણે દિલીપ કુમાર અને ધર્મેન્દ્ર સાથે પણ કામ કર્યું છે. અમિતાભ બચ્ચને પણ તેમના બ્લોગમાં ઘણી વખત તેમનો ઉલ્લેખ કર્યો છે. સુલોચના લટકરે લગભગ 250 હિન્દી અને 50 મરાઠી ફિલ્મોમાં અભિનય કરીને યોગદાન આપ્યું છે. તે તેના સમયના પ્રખ્યાત અભિનેત્રી હતા.

bollywood news entertainment news amitabh bachchan dharmendra