ઍક્શન-કૉમેડીમાં દેખાશે વરુણ?

01 December, 2022 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મને ઝી સ્ટુડિયોઝ અને વિશાલ રાણા પ્રોડ્યુસ કરશે

વરુણ ધવન

અનીસ બઝમીની ઍક્શન-કૉમેડીમાં વરુણ ધવન કામ કરે એવી શક્યતા છે. બન્ને વચ્ચે થોડા મહિનાથી ઘણી વખત આ ફિલ્મને લઈને ચર્ચા થઈ છે. હવે આ ફિલ્મને લઈને વરુણે હામી ભરી દીધી છે. આ બન્ને પહેલી વખત આ ફિલ્મમાં સાથે કામ કરવાના છે. વરુણને પણ આ ફિલ્મમાં ઇન્ટરેસ્ટ જાગ્યો છે. તેના કહેવા મુજબ આ ફિલ્મ અનોખી હોવાની સાથે મનોરંજક પણ રહેશે. તે હજી ફાઇનલ નરેશન સાંભળશે અને ત્યાર બાદ ટીમ તેની સાથે પેપરવર્ક કરશે. ફિલ્મને ઝી સ્ટુડિયોઝ અને વિશાલ રાણા પ્રોડ્યુસ કરશે. આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. ફિલ્મની સ્ક્રિપ્ટ મજેદાર અને કૉમેડી રહેશે. એને લઈને વરુણ એક્સાઇટેડ છે. હજી ફિલ્મ અને એના કલાકારોને લઈને સત્તાવાર જાહેરાત બાકી છે.

entertainment news bollywood news bollywood gossips bollywood varun dhawan upcoming movie anees bazmee