કલંકમાં આલિયાના પર્ફોર્મન્સથી દર્શકો અભિભૂત થઈ જશે : વરુણ

19 January, 2019 10:50 AM IST  | 

કલંકમાં આલિયાના પર્ફોર્મન્સથી દર્શકો અભિભૂત થઈ જશે : વરુણ

વરુણ ધવન અને આલિયા ભટ્ટ

વરુણ ધવનનું કહેવું છે કે ‘કલંક’માં આલિયા ભટ્ટના પર્ફોર્મન્સથી લોકો પ્રભાવિત થશે. વરુણ અને આલિયાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી બૉલીવુડમાં ઍન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેઓ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં પણ જોવા મYયાં હતાં. તેમની જોડી લોકોને પણ ઘણી પસંદ છે. વરુણ અને આલિયા હવે ‘કલંક’માં પણ સાથે જોવા મળવાનાં છે. વરુણે ગુરુવારે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. આલિયા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી કે ‘આલિયા સાથે આ મારી ચોથી ફિલ્મ છે, પરંતુ મને હંમેશાં એવો જ અહેસાસ થાય છે કે આ પહેલી ફિલ્મ છે. તે ખૂબ જ અદ્ભુત છે અને સૌથી મહkવની વાત કે તે દોડવામાં ખૂબ જ માહેર છે. મને તેના પર ગર્વ છે. તે પણ એ જાણે છે કે તે મારી ફેવરિટ છે. શનાયા, કાવ્યા, વૈદેહી અને આગામી માટે રાહ જુઓ. હવે મારી જેમ તમે પણ ફિલ્મના આલિયાના આ કૅરૅક્ટરને જોઈને અભિભૂત થશો. હું અમારા ફૅન્સને જણાવવા માગું છું કે તમારી આશાઓ પર ખરા ઊતરવા માટે અમે સૌએ ભરપૂર મહેનત કરી છે અને પૂરો વિશ્વાસ છે કે તમે નિરાશ નહીં થાઓ.

આ પણ વાંચોઃ વરુણ ધવન અને આલિયા ભટ્ટને મળ્યો કિડ્સ ચૉઇસ અવૉર્ડ

હું પહેલી વાર આદિત્ય રૉય કપૂર, સોનાક્ષી સિંહા, માધુરી મૅમ અને સંજુ સર સાથે કામ કરી રહી છું. તેઓ ટૉપ ક્લાસનાં કલાકાર છે. આ તમામ કલાકારોએ ખૂબ મહેનત કરી છે. કરણ જોહર અને સાજિદ નડિયાદવાલા સર બેસ્ટ બૉસ છે. તો તૈયાર થઈ જાઓ અમારી સૌથી મોટી ફિલ્મ ‘કલંક’ અને મારા મુશ્કેલ રોલ માટે.’

varun dhawan alia bhatt