27 November, 2026 05:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભેડિયા 2’નું પોસ્ટર
૨૦૨૨માં રિલીઝ થયેલી હૉરર-કૉમેડી ‘ભેડિયા’ની રિલીઝને ૪ વર્ષ થઈ ગયાં છે. આ ફિલ્મમાં વરુણ ધવન અને ક્રિતી સૅનન લીડ રોલમાં હતાં અને એને સારી એવી સફળતા પણ મળી હતી. હવે ફિલ્મની ચોથી વર્ષગાંઠના પ્રસંગે ફિલ્મમેકરોએ દર્શકોને સરપ્રાઇઝ આપતાં કન્ફર્મ કર્યું છે કે ‘ભેડિયા 2’ બની રહી છે અને ફિલ્મ પર કામ શરૂ થઈ ગયું છે અને મળતી માહિતી પ્રમાણે ફિલ્મની વાર્તા અત્યારે લેખનના તબક્કામાં છે. બુધવારે ફિલ્મનાં ૪ વર્ષ પૂરાં થવાના પ્રસંગે ડિરેક્ટર અમર કૌશિકે સીક્વલ વિશે માહિતી આપી હતી. અમર કૌશિકે સોશ્યલ મીડિયા પર એક મજેદાર વિડિયો શૅર કર્યો હતો જેમાં ભેડિયો તેની ઑફિસમાં ધમાલ મચાવતો અને લૅપટૉપ ફેંકતો જોવા મળે છે. આ વિડિયો સાથે તેણે કૅપ્શન લખી હતી કે ‘ભેડિયો એ વાતથી બહુ ખુશ નથી કે એની વાર્તા લખવામાં આટલો સમય લાગી રહ્યો છે... હવે શું કરીએ? ભેડિયા અંકલ ટૂંક સમયમાં આવી રહ્યા છે.’