વરુણ અને અનુષ્કાની ‘સુઈ ધાગા’ ૩૧ માર્ચે ચીનમાં થશે રિલીઝ

09 March, 2023 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૨૦૧૮માં ભારતમાં રિલીઝ થઈ હતી

વરુણ અને અનુષ્કાની ‘સુઈ ધાગા’ ૩૧ માર્ચે ચીનમાં થશે રિલીઝ

વરુણ ધવન અને અનુષ્કા શર્માની ‘સુઈ ધાગા-મેડ ઇન ઇન્ડિયા’ ૩૧ માર્ચે ચીનમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને શરત કટારિયાએ ડિરેક્ટ અને મનીષ શર્માએ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મ ૨૦૧૮માં ભારતમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની સ્ટોરીમાં આત્મનિર્ભરતાની સાથે હસબન્ડ-વાઇફની લવ સ્ટોરી દેખાડવામાં આવી હતી. લોકોને એ ખૂબ પસંદ પણ પડી હતી. એના દ્વારા મેસેજ આપવામાં આવ્યો કે સપનાંઓ સાકાર કરવાની સાથે પોતાના પર આત્મવિશ્વાસ રાખવો પણ જરૂરી છે. આ ફિલ્મમાં વરુણે એક ટેલરનો રોલ કર્યો હતો અને તેની વાઇફના રોલમાં અનુષ્કા એમ્બ્રૉઇડરી ડિઝાઇનર તરીકેની ભૂમિકામાં દેખાઈ હતી. બન્ને સાથે મળીને અથાક મહેનત કરીને પોતાનાં સપનાંઓને હકીકતમાં બદલે છે. હવે આ ફિલ્મ ચીનમાં રિલીઝ થવાથી ત્યાંના લોકોને પણ ગમશે એવી આશા છે.

entertainment news bollywood news bollywood gossips bollywood Sui Dhaaga varun dhawan anushka sharma