કલ્પના ચાવલા બનવું છે વાણી કપૂરને

05 August, 2020 05:49 PM IST  |  Mumbai | Harsh Desai

કલ્પના ચાવલા બનવું છે વાણી કપૂરને

વાણી કપૂરનું કહેવું છે કે મારે કલ્પના ચાવલાનું પાત્ર ઑન-સ્ક્રીન ભજવવું છે. સ્પેસમાં જનારી ભારતની પ્રથમ મહિલા કલ્પના ચાવલાના જીવન પર બનનારી ફિલ્મમાં પ્રિયંકા ચોપડા જોનસ તેનું પાત્ર ભજવશે એવી ચર્ચા ચાલી હતી. જોકે આ વાત અટકી ગઈ હોય એવું લાગી રહ્યું છે. હવે ફિલ્મ કરવાની વાણી કપૂરે પણ ઇચ્છા વ્યક્ત કરી છે. વાણી હાલમાં રણબીર કપૂર સાથે ‘શમશેરા’ અને અક્ષયકુમાર સાથે ‘બેલ-બૉટમ’માં કામ કરી રહી છે. આ વિશે વાત કરતાં વાણીએ કહ્યું હતું કે ‘દુનિયાભરની દરેક મહિલા અને ખાસ કરીને ઍસ્ટ્રોનૉટ બનનારી મહિલાઓ માટે કલ્પના ચાવલા ખૂબ પ્રેરણારૂપ છે. તે ખૂબ જ પ્રેરણાત્મક છે અને તેની સ્ટોરી લોકો સુધી પહોંચાડવી જ જોઈએ. તેનું પાત્ર ભજવવાનું મને ગમશે. મારા માટે આ ગર્વની વાત હશે.’

પ્રિયંકા ચોપડા બાદ આ ફિલ્મ વિશે દીપિકા પાદુકોણનું નામ પણ ચર્ચામાં હતું. બાયોપિકમાં કામ કરવાની ઇચ્છા દર્શાવનાર વાણીએ કહ્યું હતું કે ‘મને જે પણ ફિલ્મોની ઑફર મળે છે એમાંથી બેસ્ટ હોય એ જ હું પસંદ કરું છું. ઇન્ડસ્ટ્રીના બેસ્ટ લોકો સાથે કામ કરવાની મને ખુશી છે. મેં ‘શુદ્ધ દેશી રોમૅન્સ’માં સ્મૉલ-ટાઉન ગર્લ તારાનું પાત્ર ભજવ્યું હતું. ‘બેફિકરે’માં ફ્રેન્ચ ગર્લ અને ‘વૉર’માં સિંગલ મધરનું પાત્ર ભજવ્યું હતું.‘‘શમશેરા’ અને ‘બેલ-બૉટમ’માં પણ મારું પાત્ર એકદમ અલગ છે. જોકે મારે હજી ઍક્શન, કૉમેડી, રોમ-કૉમ્સ, ડ્રામા, સસ્પેન્સ, થ્રિલર અને અન્ય ઘણા પ્રકારની ફિલ્મોમાં કામ કરવું છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips vaani kapoor harsh desai