સોનુ સૂદને જોઈએ છે આઈફોન, તે માટે કરવા તૈયાર છે આ કામ....

03 September, 2020 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોનુ સૂદને જોઈએ છે આઈફોન, તે માટે કરવા તૈયાર છે આ કામ....

સોનુ સૂદ (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) અત્યારે બે વાતોને કારણે સતત ચર્ચામાં હોય છે. લૉકડાઉન દરમિયાન અભિનેતાનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે. ચર્ચામાં રહેવાનું પહેલું કારણ છે, જે રીતે અભિનેતા જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યો છે તે અને બીજું સોશ્યલ મીડિયા પર અભિનેતા પાસે કરવામાં આવતી અતરંગી ડિમાન્ડો. સોનુ સૂદ ટ્વિટર પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને મદદની માંગ કરનાર દરેક વ્યક્તિને જવાબ આપે છે. આ દરમિયાન અભિનેતા સાથે ઘણાં યુઝર્સ મસ્તી-મજાક પણ કરે છે અને સોનુને ચોંકાવી દે એવી ડિમાન્ડ પણ કરે છે. ત્યારે હાલમાં જ એક યુઝરે સોનુ પાસે આઈફોન માંગ્યો તો એક્ટરે પણ તેનો શાનદાર જવાબ આપ્યો.

હકીકતમાં સોનુ સૂદને ટેગ કરતા એક યુઝરે આઈફોન માંગી લીધો. આ પહેલાં પણ એ યુઝરે આ જ ડિમાન્ડને લઈને સોનુને ટેગ કરીને ટ્વિટ કરી હતી. આઈફોન માંગતા યુઝરે લખ્યું, 'સર એપ્પલ આઈફોન જોઈએ. મેં 20 વખત ટ્વિટ કર્યું છે અને પછી ફની ઈમોજી શેર કર્યો.' તો તેનો સોનુએ મજેદાર જવાબ આપતા લખ્યું હતું કે, 'મને પણ એક ફોન જોઈએ છે અને તેના માટે હું 21 વખત ટ્વિટ કરી શકું છું.'

આ પણ વાંચો: કાશીના નાવિકોની 'નૈયા' પાર લગાવી અભિનેતા સોનુ સૂદે

અભિનેતા સોનુ સૂદ જેમ મદદ માટે હંમેશા તત્પર હોય છે. તેમ આ પ્રકારના ફની મિમ્સના રિપ્લાય આપવા પણ તત્પર હોય છે. સોનુના આવા રિપ્લાય યુઝર્સને ખૂબ પસંદ આવે છે અને લોકો તેના ખૂબ વખાણ કરે છે. તેના જવાબને શાનદાર ગણાવે છે.

entertainment news bollywood bollywood news twitter sonu sood