જર્નલિસ્ટને શું કામ લીગલ નોટિસ ફટકારી ઉર્વશી રાઉતેલાએ?

24 April, 2023 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર ઉર્વશી રાઉતેલાએ લખ્યું કે ‘મારી લીગલ ટીમ દ્વારા માનહાનિની લીગલ નોટિસ તેને મોકલવામાં આવી છે

ઉર્વશી રાઉતેલા

ઉર્વશી રાઉતેલાએ ઉમેર સંધુ નામના જર્નલિસ્ટને લીગલ નોટિસ મોકલી છે. એનું કારણ છે કે એ જર્નલિસ્ટે સોશ્યલ મીડિયામાં શૅર કર્યું હતું કે યુરોપમાં જ્યારે ઉર્વશી ‘એજન્ટ’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેના લીડ ઍક્ટર અખિલ અક્કિનેનીએ તેને હૅરૅસ કરી હતી. સાથે જ ઉર્વશીએ તેને ઇમૅચ્યોર ઍક્ટર કહ્યો હતો અને તેની સાથે કામ કરતી વખતે તે અનકમ્ફર્ટેબલ હતી. આ વાત ઉર્વશીના ધ્યાનમાં આવતાં તેને અને તેની ફૅમિલીને શૉક લાગ્યો છે. આ જ કારણ છે કે ઉર્વશીએ તેને નોટિસ મોકલી છે. એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર ઉર્વશી રાઉતેલાએ લખ્યું કે ‘મારી લીગલ ટીમ દ્વારા માનહાનિની લીગલ નોટિસ તેને મોકલવામાં આવી છે. હું તમારા જેવા અભદ્ર પત્રકાર અને બનાવટી અને હાસ્યાસ્પદ ટ્વીટ્સથી નારાજ છું. તમે મારા આધિકારિક પ્રવક્તા નથી અને હા, તમે અ​પરિપક્વ પત્રકાર છો, જેણે મારા અને મારા પરિવારને અતિશય અનકમ્ફર્ટેબલ કર્યા છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood urvashi rautela