વર્ચ્યુઅલ ડાન્સ ક્લાસ દ્વારા જમા થયેલ પેસા દાન કર્યા ઉર્વશી રાઉતેલાએ

12 May, 2020 08:17 PM IST  |  Mumbai Desk | Agencies

વર્ચ્યુઅલ ડાન્સ ક્લાસ દ્વારા જમા થયેલ પેસા દાન કર્યા ઉર્વશી રાઉતેલાએ

ઉર્વશી રાઉતેલા

ઉર્વશી રાઉતેલાએ વર્ચ્યુઅલ ડાન્સ ક્લાસ દ્વારા જમા થયેલા 5 કરોડ કોરોના વાઇરસની મહામારી સામે લડવા માટે ડોનેટ કર્યા છે. તેણે વર્ચ્યુઅલ ડાન્સ ક્લાસમાં ફ્રીમાં શીખવાડ્યું હતું. તેણે ઝુમ્બા, ટબાટા અને લેટિન ડાન્સની તેના ફેન્સને ટ્રેઇનિંગ આપી હતી. ટિકટૉકના માધ્યમથી તેની સાથે લગભગ 18 મિલ્યન લોકો કનેક્ટ થયા હતા. એનાથી 5 કરોડ જમા થતાં એ રકમને ડોનેટ કરી છે. એ વિશે જણાવતાં ઉર્વશીએ કહ્યું હતું કે ‘હું દરેકનો આભાર માનું છું જેમણે ન માત્ર ઍક્ટર્સ, રાજનેતાઓ, મ્યુઝિશ્યન્સ અથવા તો પ્રોફેશનલ ઍથ્લીટ્સ માટે પરંતુ સામાન્ય લોકો માટે પણ મદદ કરી છે. હાલના સમયમાં સૌને એક થવાની જરૂર છે, એકબીજાને સપોર્ટ કરવાની જરૂર છે. કોઈ પણ ડોનેશન નાનું નથી. સાથે મળીને આપણે આ સંકટનો સામનો કરીશું. કોરોનાપીડિત લોકો, ડૉક્ટર્સ અને ઓછી આવક ધરાવતા લોકો, ઘરવિહોણા લોકોની મદદ માટે ક્રાય, યુનિસેફ અને સ્વદેશ ફાઉન્ડેશન સામે આવ્યાં છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના કલીગ્સ પણ આ માટે સપોર્ટ કરી રહ્યા છે.’

urvashi rautela bollywood bollywood news bollywood gossips