સપોર્ટની જરૂર હતી ત્યારે મીડિયાએ પણ હાથ ઊંચા કરી દીધા હતા: ઉપેન પટેલ

26 July, 2020 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સપોર્ટની જરૂર હતી ત્યારે મીડિયાએ પણ હાથ ઊંચા કરી દીધા હતા: ઉપેન પટેલ

ઉપેન પટેલ

ઉપેન પટેલનું કહેવું છે કે તેની ફિલ્મને પ્રમોટ કરતી વખતે મીડિયાએ સપોર્ટ નહોતો આપ્યો અને હવે અચાનક મીડિયા નેપોટિઝમ પર તેમના વિચાર જાણવા માગે છે. ‘36 ચાઇના ટાઉન’ દ્વારા ઉપેને બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. બૉલીવુડમાં નેપોટિઝમનો વિવાદ ખૂબ ચગ્યો છે. મીડિયા વિશે ટ્વિટર પર ઉપેન પટેલે ટ્વીટ કર્યું હતું કે ‘ખૂબ જ અજીબ વાત છે કે મીડિયા આઉટલેટ્સ મારો કૉન્ટૅક્ટ્સ કરીને પેપર્સમાં અને ટીવીમાં મારો નેપો‌ટિઝમના વિષયમાં ઇન્ટરવ્યુ લેવા માગે છે. જોકે જ્યારે મને મારી ફિલ્મને કવર કરવા અથવા તો મારી ફિલ્મને પ્રમોટ કરવા માટે સપોર્ટની જરૂર હતી તો તેમની પાસે કદી પણ સમય નહોતો અથવા એમ કહેતા હતા કે હું સ્ટાર નથી. તો હવે તમને કેમ મારી યાદ આવી ગઈ. અચાનક તેમણે મને બહાર કાઢી નાખ્યો અને હું એક ખૂણામાં પટકાઈ ગયો હતો. હું ગુમ થઈ ગયો હતો, કન્ફ્યુઝ અને ખૂબ હતાશ થઈ ગયો હતો. મારા માનસિક સ્વાસ્થ્ય માટે એ ખૂબ ઝેરીલું હતું. અચાનકથી ઇન્ડસ્ટ્રીને મારી જરૂર નહોતી.’

entertainment news bollywood bollywood news bollywood gossips upen patel