આ કારણથી પેરામાઉન્ટે બોલીવુડમાં કોઈને ન આપ્યા 'ફોરેસ્ટ ગમ્પ'ના રાઈટ્સ

06 August, 2019 02:53 PM IST  |  મુંબઈ

આ કારણથી પેરામાઉન્ટે બોલીવુડમાં કોઈને ન આપ્યા 'ફોરેસ્ટ ગમ્પ'ના રાઈટ્સ

આમિર ખાન (File Photo)

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફ્લોપ થયા બાદ હવે આમિર ખાનને ફરી એક હિટ ફિલ્મની જરૂર છે. આમિર ખાને ઠગ્સ બાદ પોતાની અપકમિંગ ફિલ્મ 'લાલસિંહ ચડ્ઢા'ની જાહેરાત પોતાના જન્મદિવસે જ કરી દીધી હતી. સાથે જ લાલસિંહ ચડ્ઢા એ હોલીવુડની ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની સત્તાવાર રિમેક હોવાની વાત પણ આમિર ખાને કરી રહી હતી. પરંતુ આ પહેલા આમિર ખાન સિવાય બોલીવુડના અન્ય સ્ટાર્સ પણ ફોરેસ્ટ ગમ્પની રિમેક માટે તેના રાઈટ્સ ખરીદવા પ્રય્તન કરી ચૂક્યા છે. જો કે પેરામાઉન્ટ સ્ટુડિયોઝે કોઈને રાઈટ્સ નહોતા આપ્યા.

ઉલ્લેખનીય છે કે પેરેમાઉન્ટની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ 1994માં રિલીઝ થઈ હતી. અને બોલીવુડના પ્રખ્યાત લોકો તેના રાઈટ્સ ખરીદવા પ્રયત્ન કરતા હતા. પરંતુ પેરામાઉન્ટ સ્ટુડિયો પોતાની આ ક્લાસિક ફિલ્મના રાઈટ્સ ફક્ત આમિર ખાનને જ આપવા ઈચ્છતા હતા. પ્રોડક્શનના સૂત્ર દ્વાર ામળતી માહિતી પ્રમાણે,'ફોરેસ્ટ ગમ્પ પહેલી એવી ક્લાસિક કલ્ટ ફિલ્મ છે, જેની સત્તાવાર રિમેક બોલીવુડમાં બની રહી છે. અને પેરામાઉન્ટે તેના રાઈટ્સ ફક્ત આમિરને જ આપ્યા છે.'

આમિર ખાનની ઈન્ટરનેશનલ ઈમેજને કારણે જ પેરામાઉન્ટે તેમને ફોરેસ્ટ ગમ્પના રાઈટ્સ આપવાનો નિર્ણય લીધો છે. આિર ખાને વાયકૉમ સાથે મળીને ફિલ્મની હિન્દી રિમેક બનાવા રાઈટ્સ ખરી દ્યા છે. સાથે જ આમિર ખાને એ પણ સ્વીકાર્યું હતું કે તે આ ફિલ્મ માટે ઝનુની હતા.

આ પણ જુઓઃIra Khan:આમિર ખાનની પુત્રી છે ફનલવિંગ, આ ફોટોઝ છે સાબિતી

ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેકને અતુલ કુલકર્ણીએ લખી છે. આ ફિલ્મને સિક્રેટ સુપરસ્ટાર અદ્વૈત ચંદન ડિરેક્ટ કરી રહ્યા છે. તો વાયકોમ 18 મોશન પિક્ચર્સ તેને કૉ પ્રોડ્યુસ કરી રહ્યું છે. આમિર ખાન 2019ના ઓક્ટોબરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

aamir khan bollywood