પ્રિયંકાની કમેન્ટને લઈને યુનાઇટેડ નૅશન્સે બોલતી બંધ કરી પાકિસ્તાનની

24 August, 2019 09:19 AM IST  |  યુનાઈટેડ નેશન્સ

પ્રિયંકાની કમેન્ટને લઈને યુનાઇટેડ નૅશન્સે બોલતી બંધ કરી પાકિસ્તાનની

પ્રિયંકા ચોપડા જોનસને લઈને ચાલી રહેલી કન્ટ્રોવર્સીને લઈને યુનાઇટેડ નૅશન્સે પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી છે. ૨૬ ફેબ્રુઆરીએ પ્રિયંકાએ ભારતીય આર્મીને વધાવતી ટ્વીટ કરી હતી. આ ટ્વીટને કારણે પાકિસ્તાની હ્યુમન રાઇટ્સ મિનિસ્ટર શિરીની મઝારીએ યુનિસેફના એક્સીક્યુટીવ ડિરેક્ટર હેન્રીએટા ફોરને લેટર લખ્યો હતો કે તેઓ યુનિસેફની ગૂડવિલ ઍમ્બૅસૅડરના પદથી હટાવવામાં આવે. પ્રિયંકાને કંગના રનોટ, જાવેદ અખ્તર અને આયુષ્માન ખુરાના જેવી ઘણી સેલિબ્રિટીઝનો સપોર્ટ મળ્યો હતો. આ વિશે યુનાઇટેડ નેશન્સના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘પ્રિયંકા તેની પર્સનલ કૅપેસિટીમાં કંઈ પણ બોલી શકે છે. તેમને યોગ્ય લાગે એ ઇશ્યુ વિશે તેઓ પર્સનલ કૅપેસિટીમાં કોઈ પણ બોલી શકે છે. તેમના પર્સનલ વ્યુઝ અને કાર્યથી યુનિસેફને કોઈ ફરક નથી પડતો. જો તેઓ યુનિસેફની જગ્યાએ બોલી રહ્યાં હોય ત્યારે અમારે એ વિશે ઍક્શન લેવા પડે છે.’

આ પણ જુઓઃ બાળપણમાં આવા લાગતા હતા આપણા બોલીવુડ સ્ટાર્સ 

priyanka chopra pakistan united nations