અજ્ઞાત કૉલરે આખી રાત હંસલ મેહતાને કૉલ કરીને કર્યા પરેશાન

11 January, 2021 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજ્ઞાત કૉલરે આખી રાત હંસલ મેહતાને કૉલ કરીને કર્યા પરેશાન

હંસલ મેહતા

ફિલ્મમેકર હંસલ મેહતાને કોઈ અજાણી વ્યક્તિએ શનિવારની રાતે કૉલ કરીને હેરાન પરેશાન કર્યા હતા. ટ્રૂ કૉલર પર એ અજાણી વ્યક્તિનું નામ રોહિત છે. એથી એ આખી ઘટનાને ટ્વિટર પર શૅર કરીને તેમણે મુંબઈ પોલીસને પણ ટૅગ કરી હતી. સાથે જ તેનો ફોન-નંબર પણ શૅર કર્યો હતો. જોકે પોલીસે એના પર રિપ્લાય કરતાં કહ્યું હતું કે જ્યારે ફિલ્મમેકર ઑફિશ્યલી ફરિયાદ દાખલ કરશે ત્યારે જ આગળની કાર્યવાહી કરી શકાશે. એ વિશે વિસ્તારમાં જણાવતાં ટ્વિટર પર હંસલ મેહતાએ ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર મુંબઈ પોલીસ, એક અજાણી વ્યક્તિ જેનું ટ્રૂ કૉલર પર રોહિત નામ દેખાડે છે તેણે ગઈ કાલે આખી રાત અમને હેરાન કર્યા હતા. તેને ધમકી આપો અને યોગ્ય પગલાં પણ લો.’

entertainment news bollywood bollywood news hansal mehta