મૌલિક એક્ટર્સ સિનેમામાં ફ્રેશ વેવ લાવે છે

17 September, 2020 10:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મૌલિક એક્ટર્સ સિનેમામાં ફ્રેશ વેવ લાવે છે

ફિલ્મનિર્માતાઓ ફોર્મ્યુલા ધરાવતી ફિલ્મોથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે કેટલાક બુદ્ધિશાળી એક્ટર્સ અપ્રસ્તુત થીમ્સ ધરાવતી ફિલ્મ્સને પસંદ કરી રહ્યા છે.

હિંદી ફિલ્મ ઉદ્યોગની કાયાપલટ થતી દેખાય છે. ઓટીટી પ્લેટફોર્મ, નવા કન્ટેન્ટ અને યોડલી ફિલ્મ્સ જેવા નવા જમાનાના પ્રોડક્શન હાઉસ જોવા મળી રહ્યા છે. સ્ટારડમ હવે નંબર ઉપર નહીં પણ કન્ટેન્ટ ઉપર આધાર રાખે છે.

દાખલા તરીકે અનુભવ સિન્હાની આર્ટિકલ 15, એમેઝોન ઓરિજિનલ સીઝનમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ફોર મોર શોટ્સ પ્લીઝ!. જોકે અમૂક ફિલ્મ્સ જેવી કે જોલી એલએલબી 2, ફેન અને બાર બાર દેખોને પણ અવગણી શકાય નહીં. જોકે નેટફ્લિક્સમાં યુડલી ફિલ્મ્સની એક્સોનની વાત જ અલગ છે. સયાની ગુપ્તા આ બધી ફિલ્મમાં તો હતી જ પરંતુ ફિલ્મ નિર્માતા નિકોલર ખાર્કોન્ગોરની આ ફિલ્મ અલગ જ છે. આ ફિલ્મ બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિમિયર થઈ હતી, તેમ જ ગયા વર્ષે જિઓ મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હતી. ડોલી આહુવાલીયા, વિનય પાઠક, તનઝીન દલ્હા સહિત નોર્થઈસ્ટર્ન એક્ટર્સ પણ છે.

ટોટલ વાયરલ ફીવર (ટીવીએફ)થી ટુટ્યુબમાં ફેમસ થયેલો જીતેન્દ્ર કુમાર આજે આયુષ્માન ખુરાનાની શુભ મંગલ સાવધાન મુવીમાં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો. એમેઝોન ઓરિજિનલની પંચાયત સિરીઝ પણ લોકોને ખૂબ જ ગમી હતી. આયુષ્માન ખુરાનાનો નાનો ભાઈ અપારશક્તિ ખુરાના પણ એક અલગ જ ઓળખ ધરાવે છે. હાલમાં હોટસ્ટારમાં તેની કાનપુરીયા સિરીઝ સ્ટ્રીમ થઈ રહી છે જે લોકોને ખુબ ગમી છે.

મિર્ઝાપુર,માન્તો, ક્શય, કિસ્સાથી ફેમસ બનેલી રસિકા દુગ્ગલ પણ ઓછા સમયમાં ફેમસ બની છે. નેટફ્લિક્સ સિરીઝ દિલ્હી ક્રાઈમમાં તેનું કામ ક્રિટિક્સને ખૂબ ગમ્યું હતું.

વિનય પાઠકને કોણ નથી ઓળખતું, ખોસલા કા ગોસલા, દશ્વીદાનિયા, ભેજા ફ્રાય, છપ્પડ ફાડ કેમાં તેમની એક્ટિંગ લોકોને ખૂબ ગમીવ છે.

bollywood news entertainment news