Lockdown Effects: સાત વર્ષની દીકરીએ કર્યો ટ્વિન્કલ ખન્નાનો મેકઓવર

15 May, 2020 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lockdown Effects: સાત વર્ષની દીકરીએ કર્યો ટ્વિન્કલ ખન્નાનો મેકઓવર

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

કોરોના વાયરસ (COVID-19) મહામારીને લીધે ચાલી રહેલા લૉકડાઉનમાં સેલેબ્ઝ ઘરમાં જ જુદી જુદી એક્ટિવિટિઝ કરીને પોતાની જાતને વ્યસ્ત રાખે છે અને ફેન્સને એન્ટરટેઈન પણ કરતા રહે છે. અન્ય સેલેબ્ઝની જેમ ટ્વિન્કલ ખન્ના પણ પતિ અક્ષય કુમાર અને બાળકો સાથે ઘરે સમય પસાર કરી રહી છે. તાજેતરમાં ટ્વિન્કલે ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે જે બહુ જ વાયરલ થયો છે.

ટ્વિન્કલે પોસ્ટ કરેલા વિડિયોમાં તેની સાત વર્ષની દીકરી નિતારાએ તેનો મેકઓવર કર્યો છે. ટ્વિન્કલે કેપ્શનમાં લખ્યું હતું કે, નાની છોકરીએ મને સરસ મેકઓવર કરી આપ્યો છે. આઈબ્રો એકદમ સુંદર અને બાકી બધું જકાસ. તેણે મેકઅપ આર્ટિસ્ટને ટેગ કરી કહ્યું કે, આ જુઓ, તારા માટે હવે સિરિયસ કોમ્પિટિશન છે.

ટ્વિન્કલના આ વિડિયોને અત્યાર સુધીમાં લગભગ બે લાખ જેટલા વ્યૂઝ મળ્યાં છે.

ટ્વિન્કલ સોશ્યલ મિડિયા પર બહુ એક્ટિવ છે. મહામારી વિષે લોકોમાં જાગૃતતા લાવવા, ફની વિડિયો, વગેરે હંમેશા પોસ્ટ કરતી રહે છે. ટ્વિન્કલને બે બાળકો છે. 17 વર્ષનો દીકરો આરવ અને 7 વર્ષની દીકરી નિતારા.

entertainment news bollywood bollywood gossips bollywood news twinkle khanna nitara lockdown