શાહરૂખ ખાનની બાદશાહે પુરા કર્યા 20 વર્ષ, ટ્વિંકલે યાદ કરી મજેદાર વાત

27 August, 2019 04:11 PM IST  |  મુંબઈ

શાહરૂખ ખાનની બાદશાહે પુરા કર્યા 20 વર્ષ, ટ્વિંકલે યાદ કરી મજેદાર વાત

બાદશાહે પુરા કર્યા 20 વર્ષ

બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ બાદશાહે હમણા જ 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ મોકા પર બાદશાહની લીડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાએ એક મજેદાર પોસ્ટ શેર કરી છે. જેમાં ફિલ્મની સમીક્ષામાં તેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ટ્વિંકલે પોતાના ઑફિશિયલ અકાઉન્ટથી એક ફોટો શેર કર્યો છે જેમાં શાહરૂખ ખાન અને ટ્વિંકલ સ્ટારર ફિલ્મ બાદશાહની સમીક્ષા કરતા લખ્યું છે કે, 'બાદશાહ 27 ઑગસ્ટ 1999. અનુ મલિકે ફિલ્મોના ગીત પર સારું કામ કર્યું છે, ફિલ્મનું ટાઈટલ સોંગ સરસ છે, શાહરૂખ ખાનની સાથે સાથે ટ્વિંકલ અને તેની નાભીએ પણ સારું કામ કર્યું છે. જે આખી ફિલ્મમાં દેખાઈ રહી છે.' આ મજાકિયા રિવ્યૂને વાંચીને હસવાનું રોકી નથી શકાય તેમ.


પોસ્ટને શેર કરતા ટ્વિંકલે લખ્યું છે કે, 'મેં ક્યારેય કહ્યું છે કે મને સારા રિવ્યૂ નથી મળતા, મને તે પણ મળ્યા છે. તે પણ મારા બોડી પાર્ટ માટે, કહેવું પડશે કે 20 વર્ષ બાદ પણ બાદશાહના સ્ટાર પાસે આજે પણ એ જ છે, શાહરૂખ પાસે તેમના ડિંપલ છે અને મારી પાસે સારી નાભી, મનીષ મલ્હોત્રાનો ધન્યવાદ આ મોકલીને મારી સવાર ચમકદાર બનાવવા માટે.'તમને જણાવી દઈએ કે આ પોસ્ટ ટ્વિંકલને કોઈ બીજાએ નહીં પરંતુ દેશના સૌથી સારા ડિઝાઈનર્સમાંથી એક મનીષ મલ્હોત્રાએ મોકલ્યું હતું.

આ પણ જુઓઃ આ ગુજરાતી કલાકારોએ નાના પડદાના પ્રાઈમ ટાઈમ પર કર્યું છે રાજ

આજે જ ફિલ્મ બાદશાહે પોતાના 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ એક બ્લૉક બસ્ટર ફિલ્મ હતી, જેમાં શાહરૂખ ખાન અને ટ્વિંકલ ખન્ના સાથે અમરીશ પુરી, રાખી, જૉની લીવર જેવા મોટા કલાકારો સામેલ હતા. ફિલ્મના ગીતો હિટ થયા હતા.

Shah Rukh Khan twinkle khanna