વિકાસ દુબે બનશે મનીષ ગોયલ

21 November, 2020 06:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિકાસ દુબે બનશે મનીષ ગોયલ

મનીષ ગોયલ

ટીવી ઍક્ટર મનીષ ગોયલ ‘હનક’માં ગૅન્ગસ્ટર વિકાસ દુબેના રોલમાં દેખાશે. આ ફિલ્મ લેખક મૃદુલ કપિલની બુક ‘મૈં કાનપુરવાલા’ પર આધારિત છે. આ ફિલ્મને મનીષ વાત્સલ્ય ડિરેક્ટ કરશે. લંડનના પ્રોડ્યુસર મોહન નાડરે બુકના રાઇટ્સ ખરીદી લીધા છે. ફિલ્મની સ્ટોરી વિશે મનીષ વાત્સલ્યએ કહ્યું હતું કે ‘સોસાયટી હંમેશાંથી લોકોની વિચારધારાને દેખાડતી હોય છે. બદનસીબે ફિલ્મ ફ્રૅટર્નિટીએ રાક્ષસોને સારા દેખાડવાનું શરૂ કર્યું છે અને લોકોને આકર્ષિત કરતાં તેમને બુરાઈ કરવા પ્રેરણા આપે છે. મને લાગે છે કે મારી ફરજ બને છે કે હું ક્રાઇમને ઉઘાડો પાડું જેથી દર્શકો એના પ્રતિ ઘૃણા દેખાડે.’

entertainment news bollywood bollywood news upcoming movie