‘તૂ ઝૂઠી મૈં મક્કાર’એ મારી સેન્ચુરી, કર્યો ૧૦૧.૯૮ કરોડનો બિઝનેસ

20 March, 2023 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮ માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મમાં બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા લીડ રોલમાં છે.

શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’ ફિલ્મે ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મને લવ રંજને ડિરેક્ટ કરી છે. ૮ માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મમાં બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા લીડ રોલમાં છે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એના પહેલા વીક-એન્ડમાં એના બિઝનેસમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. હવે રિલીઝના ૧૧ દિવસમાં ફિલ્મે સેન્ચુરી મારી છે. શાહરુખ ખાનની ‘પઠાન’ બાદ ૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી આ બીજી ફિલ્મ બની છે. પહેલા વીકમાં આ ફિલ્મે ૭૦.૨૪ કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજા અઠવાડિયે શનિવાર સુધી આ ફિલ્મે ૩૦.૧૧ કરોડના કલેક્શન સાથે કુલ ૧૦૦.૩૫ કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે. 

entertainment news ranbir kapoor bollywood news bollywood gossips bollywood