08 October, 2025 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તૃપ્તિ ડિમરી
‘સ્પિરિટ’માંથી દીપિકા પાદુકોણને દરવાજો દેખાડ્યા પછી આ રોલ માટે તૃપ્તિ ડિમરીને સાઇન કરવામાં આવતાં બધાને આશ્ચર્ય થયું હતું. એક તબક્કે દીપિકા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે તૃપ્તિ વિરુદ્ધ અપપ્રચાર કરી રહી છે. જોકે હાલમાં દીપિકાને ડેડિકેટેડ અને પ્રોફેશનલ ગણાવતી સેલિબ્રિટી સાડી-ડ્રેપર ડૉલી જૈનની રીલને તૃપ્તિએ લાઇક કરતાં સ્પષ્ટ થઈ ગયું છે કે દીપિકા અને તૃપ્તિ વચ્ચે કોઈ સમસ્યા નથી.
ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ જ્યારે ‘સ્પિરિટ’માંથી દીપિકાને પડતી મૂકવાનો નિર્ણય લીધો ત્યારે એવી ચર્ચા હતી કે ઓછા કલાકો કામ કરવાની ડિમાન્ડ જેવા દીપિકાના અનપ્રોફેશનલ વર્તનને કારણે આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. જોકે હવે તૃપ્તિએ એવી સોશ્યલ મીડિયા રીલને લાઇક કરી છે જેમાં દીપિકા વિરુદ્ધ થઈ રહેલા નકારાત્મક પ્રચાર અને ખોટી ધારણાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.