12 September, 2025 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તૃપ્તિનો આ નવો લુક સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે
સંદીપ રેડ્ડી વાંગાની સાથે ‘ઍનિમલ’માં કામ કર્યા પછી તૃપ્તિ ડિમરી હવે તેની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’માં પણ લીડ રોલ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તૃપ્તિ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની ‘રોમિયો’ના શૂટિંગ માટે સ્પેનમાં હતી, પણ હાલમાં તે મુંબઈમાં એક સૅલોંની બહાર નવી સ્ટાઇલની હેરકટ સાથે જોવા મળી હતી. તૃપ્તિનો આ નવો લુક સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે અને એવી ચર્ચા છે કે તૃપ્તિ હવે પ્રભાસ સાથેની તેની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’માં આ નવા લુકમાં જોવા મળશે.