Street Dancer 3D:આવો હશે શ્રદ્ધા કપૂરનો લૂક, વરુણ ધવને શૅર કર્યો પોસ્ટર

13 December, 2019 07:37 PM IST  |  Mumbai Desk

Street Dancer 3D:આવો હશે શ્રદ્ધા કપૂરનો લૂક, વરુણ ધવને શૅર કર્યો પોસ્ટર

બોલીવુડ એક્ટર વરુણ ધવન પોતાની ફિલ્મ એબીસીડી 2 પછી ડાન્સના દીવાનાઓ માટે ટૂંક સમયમાં જ સ્ટ્રીટ ડાન્સર 3ડી લઈને આવી રહ્યો છે. આ ફિલ્મમાં એબીસીડી 2ની જેમ વરુણ ધવન સાથે શ્રદ્ધા કપૂર પણ પોતાના ડાન્સના જલવા વિખેરવાની છે.

ગઈ કાલે ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરમાંથી વરુણ ધવનનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો, જેના પછી હવે ફિલ્મમાંથી શ્રદ્ધા કપૂરનો પણ ફર્સ્ટ લૂક શૅર કરવામાં આવ્યો છે.

ફિલ્મ અભિનેતા વરુણ ધવને તાજેતરમાં જ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શ્રદ્ધા કપૂરનો લૂક રિવીલ કર્યો છે. આ પોસ્ટર શૅર કરતાં વરુણ ધવને લખ્યું છે, આ દિલ તોડનારી વાત છે, જેટલી સખત મહેનત શ્રદ્ધાએ આ ફિલ્મ માટે કરી છે કે હકીકતે ચોંકાવનારી છે, હું રાહ નથી જોઇ શકતો કે બધાં ક્યારે આ જોશે અને કહેશે કે આ સૌથી બેસ્ટ છે, આ છે મારી સ્ટ્રીટ ડાન્સરની ચિરકુટ, ટ્રેલર 18 ડિસેમ્બરે રિલીઝ થશે.

જણાવીએ કે શૅર કરવામાં આવેલા પોસ્ટરમાં શ્રદ્ધા કપૂરનો ખૂબ જ અલગ લૂક જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરમાં શ્રદ્ધા ખૂબ જ બોલ્ડ અવે પ્રોફેશનલ ડાન્સર જેવી દેખાય છે. બ્લેક બૂટ, બ્લેક શૉર્ટ્સ અને નિયોન બિકીની ટૉપમાં એક્ટ્રેસે પોસ્ટર માટે પૉઝ કર્યું છે.

શ્રદ્ધા કપૂર પહેલા વરુણ ધવનો પણ ફર્સ્ટ લૂક સામે આવી ચૂક્યો છે જેનું પોસ્ટર ગઈ કાલે સ્ટારકાસ્ટે શૅર કર્યો હતો. પોસ્ટર જોઇને અંદાજો લગાડી શકાય છે કે વરુણ ધવન ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરમાં એક ઇન્ટેન્સ પાત્ર ભજવે છે. બન્ને સ્ટાર કાસ્ટના પોસ્ટર પછી 18 ડિસેમ્બરે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવવાનું છે.

આ પણ વાંચો : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

ડાન્સ પર આધારિત આ ફિલ્મને રેમો ડિસૂઝા દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન સિવાય પ્રભૂ દેવા, કેરોલીન વિલ્ડે, પુનીત પાઠક, નોરા ફતેહી, ધર્મેશ અને શક્તિ મોહન જેવા કેટલાય સારા ડાન્સર પણ દેખાવાના છે.

varun dhawan bollywood bollywood news bollywood gossips shraddha kapoor