સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ દૂસરાનું ટ્રેલર રીલિઝ, જૂના દિવસોની અપાવશે યાદ

29 June, 2019 06:29 PM IST  |  મુંબઈ

સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ દૂસરાનું ટ્રેલર રીલિઝ, જૂના દિવસોની અપાવશે યાદ

સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ દૂસરાનું ટ્રેલર રીલિઝ

નિર્દેશક અભિનય દેવની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ દૂસરાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર સારું છે. જેમાં જોવા મળે છે કે કેવી રીતે ક્રિકેટે દેશના યુવાનોને બદલ્યા છે. કેવી રીતે આ ખેલા દેશની જીત યુવાનોને ઉત્સાહ, આત્મવિશ્વાસ, દેશપ્રેમની ભાવનાઓથી ભરી દે છે.

સૌરવના શર્ટલેસ મૂવમેંટ પર આધારિત આખી કહાની
બીજી કહાની સૌરવ ગાંગુલીના લૉર્ડ્સ મેદાનની શર્ટલેસ મૂવમેંટ પર આધારિત છે. 2002માં નેટવેસ્ટ સીરિઝમાં ભારતની જીત બાદ સૌરવે પોતાનું ટીશર્ટ ઉતારીને લહેરાવી દીધું હતું. સૌરવની આ આક્રમકતા ક્રિકેટની દુનિયામાં ભારતના દબદબાનું એલાન હતું. આ ભારતીય ક્રિકેટની યાદગાર ક્ષણોમાંથી એક છે.


ફિલ્મને એક છોકરીની આંખોથી બતાવવામાં આવી
ફિલ્મને એક છોકરીની આંખોમાંથી બતાવવામાં આવી છે. આ છોકરી પોતાની આઝાદી અને પોતાની મરજીથી જીવવા માટેના હક કરવા માટે જોવા મળી રહી છે અને તેને તેના માટે હિંમત ક્રિકેટથી મળે છે. ફિલ્મમાં રાજનેતા શશિ થરૂર, કમેંટેટર હર્ષો ભોગલે, પત્રકાર રાજદીપ સરદેસાઈ, ઈન્ગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈન, સૌરવ ગાંગુલી પણ નજર આવે છે.

બોલીવુડમાં એક પછી એક સ્પોર્ટ્સ ડ્રામા
મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલસર, મિલ્ખા સિંહ, મેરી કોમ અને મોહમ્મદ અઝહરૂદ્દીન પર ફિલ્મ બની ચુકી છે. ત્યારે રણવીર સિંહ જલ્દી કપિલ દેવની બાયોપિકમાં નજર આવશે.

sourav ganguly bollywood news