Video: અલ્ટ બાલાજીની વેબ સીરિઝ ગંદી બાત 3નું ટ્રેલર રિલીઝ

19 July, 2019 05:02 PM IST  |  મુંબઈ

Video: અલ્ટ બાલાજીની વેબ સીરિઝ ગંદી બાત 3નું ટ્રેલર રિલીઝ

અલ્ટ બાલાજીની વેબ સીરિઝ ગંદી બાત 3નું ટ્રેલર આવ્યું સામે

પહેલી બે સિઝનમાં સફળતા મેળવ્યા બાદ હવે અલ્ટ બાલાજી ગંદી બાત 3 લઈને આવી ગયું છે. ગંદી બાત 3નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ઈરોટિક એવી આ વેબ સીરિઝે માત્ર દેશ જ નહીં દુનિયાનું પણ ધ્યાન ખેંચ્યું હતું. તેની બોલ્ડ થીમના કારણે શ્રેણી ચર્ચામાં આવી હતી. અને હવે અલ્ટ બાલાજી તેની ત્રીજી સિઝન લઈને આવ્યું છે.

આજની ઓડિયન્સ સેન્સ્યુઆલિટીને લઈને વધારે ઓપન થયું છે. આ શોમાં રીઅલ લાઈફની ઘટનાઓ બતાવવામાં આવે છે જેના વિશે કોઈ બોલવા માટે તૈયાર નથી. અને તે પણ હવે નવાઈની વાત નથી કે આ વેબ સીરિઝના ઑડિયન્સમાં 25 ટકા સ્ત્રીઓ હોય છે. જેઓ પોતાની ઈચ્છાઓને વ્યક્ત કરતા અચકાતી નથી.

ત્રીજી સિઝનમાં હરપ્રીત વેડ્સ હરપ્રીત, રાજકુમાર, હનીમુન ઓન વ્હીલ્સ અને સોનમ ચઢ ગયે. આ સીરિઝમાં લલિત બિશ્ત, ઋષાલી અરોરા, ભવશીલ સહાની, શાઈની દીક્ષિત જેવા કલાકારો છે. સીરિઝ વિશે એક્ટર લલિત બિસ્તે કહ્યું કે, "છેલ્લી 2 સિઝનની સફળતાથી કોઈ અજાણ નથી. મને ખુશી છે કે મને તેનો ભાગ બનવાનો મોતો મળ્યો. મને લાગે છે કે ઓ શો તેના સમય કરતા ઘણો આગળ છે."

આ પણ જુઓઃ જાણો હાલ શું કરી રહ્યા છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'ના કલાકારો

સિઝન વન અને 2માં દર્શકોને ઘણી રસપ્રદ લવ સ્ટોરીઓ જોવા મળી હતી જેમાં અનેક મોઢું પહોળું રહી જાય તેવા દ્રશ્યો પણ હતા. જેમાં ફ્લોરા સૈની, અન્વેષી જૈન, નાઝનીન જેવા કલાકારો જોવા મળ્યા હતા.

balaji telefilms ekta kapoor