ટોટલ ટાઇમપાસ: લંડનના પીએમ રિશી સુનકને મળ્યાં ટ્‍વિન્કલ અને અક્ષય

28 September, 2023 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમાર અને ટ્‍વિન્કલ ખન્ના લંડનમાં ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનકને મળ્યાં હતાં. તેઓ હાલમાં લંડનમાં છે

લંડનના પીએમ રિશી સુનકને મળ્યાં ટ્‍વિન્કલ અને અક્ષય

અક્ષયકુમાર અને ટ્‍વિન્કલ ખન્ના લંડનમાં ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનકને મળ્યાં હતાં. તેઓ હાલમાં લંડનમાં છે. ટ્‍વિન્કલે આ મુલાકાત દરમ્યાનનો વિડિયો શૅર કર્યો છે. વિડિયો શૅર કરીને ટ્‍વિન્કલે કૅપ્શન આપી હતી કે ‘મને હીલ્સ પહેરવાનું અને ડ્રેસિંગ કરવાનું જરા પણ પસંદ નથી. જોકે મારા પગને હીલને કારણે જે પણ હર્ટ થયું છે એ મુલાકાત બદલ બધું સહન કરી શકાય એવું છે. સુધા મૂર્તિ મારી હીરો છે, પરંતુ તેમના જમાઈ પ્રાઇમ મિનિસ્ટર સાથેની મુલાકાત પણ સારી હતી.’

રાજ કુન્દ્રાની બાયોપિક બનાવશે ફારાહ ખાન?

ફારાહ ખાન દ્વારા ગઈ કાલે એક પોસ્ટ દ્વારા હિન્ટ આપવામાં આવી છે કે તે એક બાયોપિક બનાવી રહી છે. બિઝનેસમૅન રાજ કુન્દ્રાની આ બાયોપિક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેણે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે કૉમેડિયન મુનાવર ફારુકી સાથે વાત કરતી જોવા મળી રહી છે. તેઓ ફિલ્મ બનાવવા  વિશે વાત કરી રહ્યાં છે. આ વિડિયોના અંતે ‘UT 69’ અને તારીખ ૨૭ ઑક્ટોબર લખેલું આવી રહ્યું છે. તેમ જ આ વિડિયોમાં રાજ કુન્દ્રા પર બાયોપિક બનાવવાની પણ વાત કરવામાં આવી છે. આ વિડિયો શૅર કરીને ફારાહ ખાને કૅપ્શન આપી હતી કે ‘મને આ વિડિયો શૅર કરવામાં માટે ફોર્સ કરવામાં આવ્યો છે. તમને કોઈ નથી કરી રહ્યું એથી એને ફરી શૅર કરવાની જરૂર નથી.’

લાલબાગચા રાજાનાં દર્શને રાજકુમાર

રાજકુમાર રાવે ગઈ કાલે તેની પત્ની પત્રલેખા સાથે લાલબાગચા રાજાની મુલાકાત લીધી હતી. આજે ગણેશવિસર્જન છે અને એના એક દિવસ પહેલાં જ રાજકુમાર રાવ બાપ્પાનાં દર્શને ગયો હતો. તેઓ બન્ને ઉઘાડા પગે ચાલી રહ્યાં હતાં.

akshay kumar twinkle khanna rishi sunak bollywood bollywood news entertainment news