Total Timepassમાં આજે જુઓ ટીચર યામીને અને અન્ય બૉલિવુડ સમાચાર

31 March, 2021 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારા માટે યુનિક રોલ હોવાથી મને ઘણું શીખવા મળશે. હું જલદી જ શૂટિંગ શરૂ કરીશ.

યામી ગૌતમ

રૉની સ્ક્રૂવાલા દ્વારા તેની ‘અ થર્સડે’ ફિલ્મનો યામી ગૌતમનો નવો લુક શૅર કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં યામી એક સિમ્પલ પ્લેસ્કૂલ ટીચર નૈના જયસ્વાલની ભૂમિકા ભજવી રહી છે જે ૧૬ બાળકોને હૉસ્ટેજ બનાવી દે છે. આ ફિલ્મને સીધી ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે.

‘ક્યોં ઉત્થે દિલ છોડ આયે’માં જોવા મળશે કૃણાલ જયસિંહ

‘ક્યોં ​ઉત્થે દિલ છોડ આયે’માં હવે કૃણાલ જયસિંહ જોવા મળશે. સોની પર આવતા આ શોમાં તે હવે દેવના પાત્રમાં જોવા મળશે. પોસ્ટ-પાર્ટિશન દ્વારા આ સ્ટોરીલાઇનમાં નવો ટ્વિસ્ટ આપવામાં આવશે. દેવને ઍન્ગર ઇશ્યુ હોય છે અને તે તેની મમ્મી સામે પોતાની જાતને સાબ‌િત કરવા માગતો હોય છે. આ વિશે કૃણાલે કહ્યું હતું કે ‘મારું પાત્ર સેલ્ફ-ડિસ્ટ્રક્ટિવ છે. મને આ પાત્ર જ્યારે ઑફર કરવામાં આવ્યું ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને આ ખૂબ જ સારા ફિક્શન-શોમાં કામ કરવાની મને ખુશી છે. આ મારા માટે યુનિક રોલ હોવાથી મને ઘણું શીખવા મળશે. હું જલદી જ શૂટિંગ શરૂ કરીશ.’

નવાઝુદ્દીનના ‘બારિશ કી જાએ’ ગીતના મેકિંગ પાછળ ખર્ચાયા એક કરોડ રૂપિયા

નવાઝુદ્દીન સિદ્દીકીના ગીત ‘બારિશ કી જાએ’ માટે એક કરોડથી પણ વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મોટા ભાગે ગીતને ૨૦થી ૨૫ લાખ રૂપિયામાં શૂટ કરવામાં આવે છે. જોકે નવાઝુદ્દીનના આ ગીત માટે બજેટ વધુ રાખવામાં આવ્યું હતું. આ ગીતને નૅશનલ અવૉર્ડ વિનર સિંગર બી પ્રાકે ગાયું હતું અને જાનીએ ગીત લખ્યું હતું. આ ગીતને એક સત્ય ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યું હતું જેને ત્રણ-ચાર દિવસમાં જ યુટ્યુબ પર ૨૦​ મિલ્યનથી વધુ વ્યુઝ મળ્યા છે.

bollywood news bollywood bollywood gossips yami gautam nawazuddin siddiqui