05 April, 2023 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદયપુરમાં સારા
સારા અલી ખાને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તે સલવાર સૂટ અને બિકિનીમાં પણ જોવા મળી રહી છે. આ ફોટો તેની ઉદયપુરની ટ્રિપના છે. તે હાલમાં ઉદયપુરમાં છે. તે સતત ફરતી રહે છે અને તેના ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે. તે હવે કાર્તિક આર્યન સાથે ‘આશિકી 3’માં કામ કરવા ઉત્સુક છે, પરંતુ તેના કહેવા મુજબ આ ફિલ્મ હજી સુધી તેને ઑફર કરવામાં નથી આવી.
કાજોલે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તેની સાથે તેની દીકરી નિસા પણ જોવા મળી રહી છે. કાજોલે શૅર કરેલા ફોટો નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઇવેન્ટના છે. આ ફોટો શૅર કરવાની સાથે કાજોલે કૅપ્શન આપી હતી કે ‘મિની મી અને મી. અમે એકદમ ગ્રેસફુલી શરૂઆત કરી હતી, પરંતુ ત્યાર બાદ અમે મનુષ્ય બની ગયા.’