ટોટલ ટાઇમપાસ : આનંદ મહિન્દ્ર સાથે ‘નાટુ નાટુ’

13 February, 2023 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ગીતને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ મળ્યો છે અને ઑસ્કર માટે પણ આ ગીત નૉમિનેટ થયું છે

આનંદ મહિન્દ્ર સાથે ‘નાટુ નાટુ’

આનંદ મહિન્દ્ર સાથે ‘નાટુ નાટુ’

રામચરણ હાલમાં જ બિઝનેસમૅન આનંદ મહિન્દ્રને ‘નાટુ નાટુ’ ડાન્સ સ્ટેપ શીખવાડતો જોવા મળ્યો હતો. આ ગીતને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ મળ્યો છે અને ઑસ્કર માટે પણ આ ગીત નૉમિનેટ થયું છે. આનંદ મહિન્દ્ર અને રામચરણ હૈદરાબાદની ઈ-પ્રી રેસમાં જોવા મળ્યા હતા. આનંદ મહિન્દ્રએ વિડિયો શૅર કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘હૈદરાબાદ ઈ-પ્રીમાં રેસને બાદ કરતાં મારા માટે રિયલ બોનસ રામચરણ પાસે ‘નાટુ નાટુ’ સ્ટેપનું બેસિક શીખવાનું હતું. મારા મિત્ર, તારો ખૂબ જ આભાર અને ઑસ્કર માટે તને શુભેચ્છા.’

રામચરણે જવાબ આપતાં કહ્યું કે ‘આનંદજી, તમે મારા કરતાં જલદી સ્ટેપ શીખ્યા હતા. તમારી સાથે વાત કરવાની ઘણી મજા આવી. ‘RRR’ માટે તમે આપેલી શુભેચ્છા બદલ આભાર.’

આ પણ વાંચો: ‘નાટુ નાટુ’ને ઑસ્કર્સમાં પર્ફોર્મ કરશે એમ. એમ. કીરાવાણી

વૉર્મ અપ માટેનું ટાઇગર શ્રોફનું નવું રૂટીન

ટાઇગર શ્રોફ વૉર્મ અપ માટે હાલમાં નવું રૂટીન અપનાવી રહ્યો છે. તે હાલમાં ‘બડે મિયાં છોટે મિયાં’નું ઍક્શન શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર પણ છે. મોટા ભાગે સેલિબ્રિટીઝ સેટ પર જવા માટે લક્ઝુરિયસ કારમાં જ જતી હોય છે. જોકે ટાઇગર હાલમાં ટ્રાન્સપોર્ટેશનનો નવો મોડ અપનાવી રહ્યો છે. તેણે હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં સ્કેટિંગ કરીને તે સેટ પર જતો જોવા મળી રહ્યો છે. આ​ વિડિયો શૅર કરીને ટાઇગરે કૅપ્શન આપી હતી કે ‘આજે સમયસર સેટ પર પહોંચ્યો છું. અમારી ‘બડે મિયાં છોટે મિયાં’ના ઇન્ટ્રો ઍક્શન સીક્વન્સ માટે વૉર્મ અપ કરતાં-કરતાં સેટ પર પહોંચ્યો હતો.’

પિક્ચર પર્ફેક્ટ

કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન અને સોહા અલી ખાને તેમનાં બાળકો સાથે મળીને શર્મિલા ટાગોર સાથે ફોટો ક્લિક કર્યો હતો. આ ફોટોમાં ઇબ્રાહિમ, તૈમુર, જેહ અને ઇનાયા પણ જોવા મળી રહ્યાં છે. આ ફોટોને ​ડાઇનિંગ ટેબલ પાસે ક્લિક કરવામાં આવ્યો છે. આ ફોટોને સોહાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

entertainment news bollywood news bollywood gossips bollywood sara ali khan saif ali khan kareena kapoor upcoming movie tiger shroff RRR ram charan anand mahindra