ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ પર બનશે બાયોપિક

03 August, 2021 04:33 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુના જીવન પર એક મણિપુરી ફિલ્મ બનશે.

મીરાબાઈ ચાનુ

મહેન્દ્ર સિંહ ધોની અને સચિન બાદ હવે મીરાબાઈ ચાનુ પર બાયોપિક બનશે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુના જીવન પર એક મણિપુરી ફિલ્મ બનશે. આ બાબતે શનિવારના રોજ મીરાબાઈ ચાનુ તરHથી અને ઈમ્ફાલની સેઉતી ફિલ્મ પ્રોડક્શન દરમિયાન ઈમ્ફાલના પૂર્વ જિલ્લાના નોંગપોક કાકચિંગ ગામ સ્થિત તેમના ઘર પર એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

પ્રોડક્શન કંપનીના અધ્યક્ષ મનાઓબી એમએમ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. મનાઓબી એમએમએ જણાવ્યું કે, આ ફિલ્મને અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં પણ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. અમે એવી યુવતીની શોધ કરી રહ્યા છીએ જે મીરાબાઈ ચાનુનું પાત્ર ભજવી શકે. 

તેમણે વધુમાં કહ્યું કે તે દેખાવમાં થોડી મીરાબાઈ જેવી લાગવી જોઈએ. ત્યારપછી તેને ચાનુની જીવનશૈલી વિષે જાણકારી આપવામાં આવશે અને ટ્રેનિંગ આપવામાં આવશે.જોકે શૂટિંગ શરુ થવામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગશે.    

નોંધનીય છે કે મીરાબાઈ ચાનુ ઓલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગમાં ભારતને સિલ્વર મેડલ જીતાડનારા પ્રથમ ભારતીય બની ગયા છે. ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુની જીતથી ભારતને વેઈટલિફ્ટિંગમાં 49 કિલોગ્રામ શ્રેણીમાં 21 વર્ષ પછી મેડલ મળ્યો છે.

tokyo olympic 2020 mirabai chanu bollywood news