સ્ટુડન્ટ ઑફ ધ યર 3માં જોવા મળશે અલાયા ફર્નિચરવાલા?

02 February, 2020 12:41 PM IST  |  Mumbai

સ્ટુડન્ટ ઑફ ધ યર 3માં જોવા મળશે અલાયા ફર્નિચરવાલા?

અલાયા ફર્નિચરવાલા

‘સ્ટુડન્ટ ઑફ ધ યર 3’માં અલાયા ફર્નિચરવાલા જોવા મળે એવી ચર્ચા ચાલી રહી છે. તેણે શુક્રવારે રિલીઝ થયેલી ‘જવાની જાનેમન’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવને બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તેની સીક્વલ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી અનન્યા પાન્ડે અને તારા સુતરિયાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટિંગ બૅન્કોકમાં શરૂ થવાનું છે. હવે એ જોવાનું રહ્યું કે તેની સામે લીડ રોલમાં કોણ જોવા મળે છે. કરણ આ ફ્રેન્ચાઇઝી દ્વારા ઍક્ટર્સને લૉન્ચ કરે છે અને હવે તે કઈ હિરોઇ અથવા હીરોને લૉન્ચ કરે એ જોવું રહ્યું.

bollywood news entertaintment