ટીકટોક પર દેખાઈ 'કેટરીના કૈફ' ! પણ જ્યારે થયો ખુલાસો તો...

18 September, 2019 06:06 PM IST  |  મુંબઈ

ટીકટોક પર દેખાઈ 'કેટરીના કૈફ' ! પણ જ્યારે થયો ખુલાસો તો...

અલીના અને કેટરીના કૈફ

આજકાલ ટિકટોક એપનો જબરજસ્ત ક્રેઝ લોકો પર જોવા મળી રહ્યો છે. કેટલાક સેલેબ્સ પણ ટિકટોકનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ ટિકટોક પર કેટરીના કૈફને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે. જી હાં, ટિકટોક યુઝર્સ કેટરીના કૈફને ટિકટોક પર જોઈને ખુશ રહ્યા છે. પરંતુ જ્યારે ખુલાસો થયો તો આ જ ફેન્સ ચોંકી ઉઠ્યા. કારણ કે ટિકટોક પર દેખાતી કેટરીના એ કેટરીના કૈફની જેવી જ દેખાતી કોઈ યુવતી છે.

ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફની ડુપ્લીકેટ અંગે બોલીવુડમાં ચર્ચા ચાલતી રહે છે. જ્યારે ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ વીરથી ડેબ્યુ કર્યો તો ત્યારે પણ તેઓ કેટરીના કૈફની લુક અ લાઈક હોવાની ચર્ચા હતી. આ જ ફિલ્મથી લીઝા લેજારસને લઈને પણ આવી જ ચર્ચા હતી. પરંતુ હવે ખરેખર કેટરીના કૈફની ડુપ્લીકેટ મળી ગઈ છે. કેટરીના કૈફના ફેન્સે તેને ટિકટોક પર શોધી છે. જેનું નામ અલીના રાય છે.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે અલીનાનું ટિકટોક પર એક અકાઉન્ટ છે. તેનો ચહેરો કેટરીના કૈફને એટલો મળતો આવે છે કે જોનાર લોકો પહેલી નજરે તેને ઓળખી જ ન શક્યા. તેને જોનાર બધા જ લોકો અલીનાને પહેલીવારે કેટરીના જ માની રહ્યા છે. પરંતુ જો તમે ફોટો ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે તે કેટરીના નહીં પરંતુ અલીના છે.

કેટરીના કૈફ જેવી જ લાગવાને કારણે અલીના ટિકટોક પર ફેમસ થઈ છે. તો ઈન્સ્ટાગ્રામ પર પણ તે જાણીતી છે. તેણે 2017માં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું હતું. અલીનાના ઈન્સ્ટાગ્રામ પર 33.5 હજાર ફોલોઅર્સ છે. ફેન્સ તેને કેટરીના કહીને જ કમેન્ટ કરે છે.

આ પણ વાંચોઃ સની દેઓલના આ કેન્ડીડ ફોટો તમને યાદ કરાવશે 90sનો જમાનો

એક યુઝરે લખ્યું છે,'તમે ક્યારેય કેટરીનાને મળ્યા છો ? તમે જાણો છો કે તમે બિલકુલ તેના જેવા જ છો.' તો અન્ય એક યુઝરે અલીનાને પૂછ્યું,'શું તમે કેટરીના જેવા દેખાવા માટે સર્જરી કરાવી છે ?' બીજા એક યુઝરે લખ્યું,'કેટરીના જેવો જ ચહેરો... શું તમારા પરિવારે તમને ક્યારેય કહ્યું નહીં ?'

katrina kaif zarine khan bollywood entertaintment