ટાઇગર શ્રોફની 'રૅમ્બો'ને ડિરેક્ટ કરશે રોહિત ધવન

28 August, 2020 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટાઇગર શ્રોફની 'રૅમ્બો'ને ડિરેક્ટ કરશે રોહિત ધવન

રોહિત ધવન

વરુણ ધવનનો ભાઈ રોહિત ધવન ‘રૅમ્બો’ની રીમેકમાં ટાઇગર શ્રોફ સાથે કામ કરવાનો છે. અગાઉ એવી ચર્ચા હતી કે સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મને ડિરેક્ટ કરવાનો છે. જોકે હવે સિલ્વેસ્ટર સ્ટેલોનની હૉલીવુડની આ ફિલ્મની રીમેકની કમાન રોહિત ધવનને સોંપવામાં આવી છે. જોકે સિદ્ધાર્થ ફિલ્મના ક્રીએટિવ ડેવલપમેન્ટ પર ધ્યાન આપશે અને એના માટે તેને ક્રેડિટ પણ આપવામાં આવશે. આ રીમેકની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે આ ફિલ્મના શૂટિંગને હજી સમય લાગશે, કારણ કે રોહિત ધવન હાલમાં અલ્લુ અર્જુનની ફિલ્મની રીમેક પર કાર્તિક આર્યન સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ભારે ભરખમ ઍક્શન સીક્વન્સ જોવા મળશે. 2021ના અંતમાં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા છે.

entertainment news bollywood bollywood news upcoming movie tiger shroff rohit dhawan