24 October, 2019 01:39 PM IST | મુંબઈ
ટાઇગર શ્રોફ
ટાઇગર શ્રોફે ડાન્સ અને સિંગીંગની સાથે માઇકલ જૅક્સન જેવા એક કમ્પલિટ પર્ફોર્મર બનવું છે. ટાઇગરને બૉલીવુડમાં ઍક્શન હીરો તરીકે ઓળખવામાં આવે છે. તેમ જ તેના ડાન્સ પણ ખૂબ જ અદ્ભુત છે. ફિલ્મોની વચ્ચે તે કેટલાક મ્યુઝિક વિડિયોમાં પણ કામ કર્યું છે. આ વિશે પૂછતાં ટાઇગરે કહ્યું હતું કે ‘મ્યુઝિક વિડિયોમાં મને મજા આવે છે. આ વિડિયો નાના હોય છે. એક રીતે જોવા જઈએ તો આ એક શોર્ટ ફિલ્મ જેવા હોય છે. એમાં પણ શરૂઆત અને અંત વચ્ચે સ્ટોરી હોય છે. એથી જ મને મ્યુઝિક વિડિયો પસંદ છે. શોર્ટ ટાઇમમાં તમે કેવી રીતે તમારું વિઝન રજૂ કરો છો એ મહત્વનું છે.’
આ પણ વાંચો : જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટરના સંબંધો પર શાહિદ કપૂરે આપી આ સલાહ...
ભવિષ્યમાં શું ગીત ગાવાનો પ્લાન છે? આ સવાલનો જવાબ આપતાં ટાઇગરે કહ્યું હતું કે ‘મને એમાં કોઈ વાંધો નથી. હું માઇકલ જૅક્સન અને બ્રુનો માર્સનો ખૂબ જ મોટો ફૅન છું. તેઓ ગીત ગાવાની સાથે એક સારા પર્ફોર્મર પણ છે. તેઓ એક કમ્પ્લિટ પર્ફોર્મર છે અને મારે પણ તેમના જેવું બનવું છે.’