જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટરના સંબંધો પર શાહિદ કપૂરે આપી આ સલાહ...

Published: 23rd October, 2019 20:56 IST | મુંબઈ ડેસ્ક

રુમર્ડ ગર્લફ્રેન્ડ જાન્હવી કપૂરને તેમના કથિત સંબંધો પર સલાહ આપતા વાત કરી હતી. આ વિશે બોલતાં શાહિદ કપૂરે કહ્યું કે તેમણે કામ પર્સનલ લાઇફમાં બેલેન્સ જાળવવું જોઇએ.

ફિલ્મ અભિનેતા શાહિદ કપૂર બોલીવુજના સૌથી વ્યસ્ત કલાકારોમાંનો એક હોવા છતાં પોતાના પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ કાઢી લેતો હોય છે. પોતાની પત્ની અને બાળકો સિવાય તે પોતાના ભાઇ ઇશાન ખટ્ટર સાથે નજીકના સંબંધો ધરાવે છે. શાહિદ કપૂરે તાજેતરમાં જ ભાઇ ઇશાન ખટ્ટર અને તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાન્હવી કપૂરને તેમના કથિત સંબંધો પર સલાહ આપતા વાત કરી હતી. આ વિશે બોલતાં શાહિદ કપૂરે કહ્યું કે તેમણે કામ પર્સનલ લાઇફમાં બેલેન્સ જાળવવું જોઇએ.

જાન્હવી અને ઇશાને ફિલ્મ 'ધડક'માં સાથે કામ કર્યું હતું ફિલ્મમાં તેમની જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી જે ખૂબ જ લોકપ્રિય પણ બની, આ વાતની અફવાઓ પણ હતી કે બન્ને ડેટિંગ કરી રહ્યા છે, જો કે કપલે આ બાબતે કોઇ જ ઑફિશિયલ માહિતી આપી નથી. આ દરમિયાન શાહિદ આગામી ફિલ્મમાં દેખાવાનો છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ 'જર્સી'ની હિન્દી રીમેક હશે. ઇશાન ખટ્ટર અલી અબ્બાસ ઝફરના પ્રૉડક્શનની ફિલ્મ 'ખાલી પીલી'માં જોવા મળશે.

આ ફિલ્મમાં તેમના સિવાય અનન્યા પાંડેની મુખ્ય ભૂમિકા હશે. જાન્હવી કપૂરે તાજેતરમાં જ પોતાની ફિલ્મ ગુંજન સક્સેનાની શૂટિંગ પૂરી કરી લીધી છે. આ ફિલ્મ કારગિલ વૉરમાં મહિલાઓની ભૂમિકાની પ્રધાનતાને દર્શાવે છે. આ ફિલ્મ સિવાય જાન્હવી કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'તખ્ત'માં પણ જોવા મળશે. તો તે ફિલ્મ 'દોસ્તાના 2'નો ભાગ હશે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન અને લક્ષ્ય સાથે અભિનય કરતી જોવા મળશે. જાન્હવી કપૂર ફિલ્મ અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની દીકરી છે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

ફિલ્મ ધડકનું શૂટિંગના સમયે શ્રીદેવીનું નિધન થઈ ગયું હતું. શ્રીદેવીના નિધનના પછી જાન્હવી કપૂર અર્જુન કપૂરના ખૂબ જ નજીક આવી ગઈ હતી અને બન્નેના સંબંધો ભાઈ અને બહેન તરીકે વધારે ક્લોઝ થઈ ગયા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK