‘બડે મિયાં છોટે મિયાં’ની તૈયારી શરૂ

11 January, 2023 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર પણ જોવા મળશે

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફે હાલમાં જ ‘બડે મિયાં છોટે મિયાં’ના કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર પણ જોવા મળશે. આ ​ફિલ્મમાં બન્ને ઍક્શન કરતા જોવા મળશે. અક્ષયકુમારનું ૨૦૨૨નું વર્ષ સારું નથી રહ્યું. તેની તમામ ફિલ્મો નિષ્ફળ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે સાઉથનો સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન પણ જોવા મળશે અને તે વિલનનું પાત્ર ભજવી રહ્યો છે. જૅકી ભગનાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની તૈયારીમાં છે. ટાઇગરે કેટલાક ફોટો શૅર કરીને કૅપ્શન આપી છે કે સમય થઈ ગયો છે.

entertainment news bollywood news bollywood gossips bollywood tiger shroff akshay kumar upcoming movie