ડૅડી મારા કરતાં પણ મોટા સ્ટાર છે : ટાઇગર

03 March, 2020 04:00 PM IST  | 

ડૅડી મારા કરતાં પણ મોટા સ્ટાર છે : ટાઇગર

જેકી શ્રોફ

ટાઇગર શ્રોફનું કહેવું છે કે તેના ડૅડી જૅકી શ્રોફ તેના કરતાં પણ મોટા સ્ટાર છે. ૬ માર્ચે રિલીઝ થનારી ‘બાગી 3’માં તેઓ પહેલી વાર સાથે જોવા મળવાના છે. તેના ડૅડી સાથે ફિલ્મનું શૂટિંગ કરતી વખતે કેવા અનુભવ થયા હતા એ વિશે જણાવતાં ટાઇગરે કહ્યું હતું કે ‘હું ડૅડી સાથે ફિલ્મનું શૂટિંગ કરતો હતો. હું જ્યારે પણ સેટ પર આવતો તો કોઈ પણ મારા માટે ક્લૅપ નહોતું કરતું. જોકે જ્યારે ડૅડી આવતા તો લોકો તેમની પાછળ ક્રેઝી બની જતા હતા. સ્પૉટબૉયથી માંડીને લાઇટમૅન અને સામાન્ય લોકો પણ તેમની તરફ ઉમળકાથી ધસી જતા હતા. એ વખતે મને લાગતું હતું કે મારા ડૅડી મારા કરતાં પણ મોટા સ્ટાર છે અને ત્યાં સુધી પહોંચવા માટે મારે લાંબી જર્ની પસાર કરવાની રહેશે.’

bollywood news bollywood bollywood gossips tiger shroff jackie shroff