આલિયાની સફળતા છતાં તેની સાથે કામ કરવું એટલું જ સહેલું છે : ટાઇગર શ્રોફ

25 April, 2019 11:43 AM IST  |  મુંબઈ

આલિયાની સફળતા છતાં તેની સાથે કામ કરવું એટલું જ સહેલું છે : ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફનું કહેવું છે કે આલિયા ભટ્ટ ખૂબ જ સક્સેસ હોવા છતાં તે ખૂબ જ મહેનતું છે. ટાઇગરે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’માં આલિયા સાથે એક ડાન્સનું શૂટિંગ કર્યું છે. ૨૦૧૨માં આવેલી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા આલિયા, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આથી એની સીક્વલમાં પણ આ ત્રણેય જોવા મળશે. આ ફિલ્મના ગીતમાં આલિયા સાથે કામ કરવા વિશે પૂછતાં ટાઇગરે કહ્યું હતું કે ‘મેં શૂટ કરેલું આ ગીત એકદમ અલગ છે. મેં આ પ્રકારનું સૉન્ગ અગાઉ ક્યારેય નથી કર્યું. આલિયા સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ અદ્ભુત રહ્યો છે. તે ખૂબ જ મોટી સ્ટાર હોવા છતાં તેની સાથે કામ કરવું એટલું જ સરળ છે. તે સેટ પર કંઈ પણ નવું કરવા તૈયાર રહે છે. આટલી સિદ્ધિ મેળવી હોવા છતાં તે એટલી જ મહેનતું છે. તેની સાથે કામ કરવાથી ખૂબ જ પ્રેરણા મળી છે.’

tiger shroff alia bhatt bollywood