બન્ને ફિલ્મોની સરખામણી ન કરવી જોઈએ : ટાઇગર શ્રોફ

14 April, 2019 10:38 AM IST  | 

બન્ને ફિલ્મોની સરખામણી ન કરવી જોઈએ : ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફનું કહેવું છે કે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’ની સરખામણી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ સાથે ન કરવી જોઈએ. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’ દ્વારા અનન્યા પાન્ડે અને તારા સુતરિયા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મની સીક્વલ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’ને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે અને પુનિત મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. બન્ને ફિલ્મોને સરખાવવામાં ન આવે એ વિશે ટાઇગરે કહ્યું હતું કે ‘હું બન્ને ફિલ્મોની સરખામણી કરવા નથી માગતો, કારણ કે બન્ને ફિલ્મો પોતાના સ્થાને બેસ્ટ છે. મારી આ ફિલ્મ એકદમ અલગ છે. હા, ફિલ્મનો પ્લૉટ એટલે કે કૉલેજ, સ્ટુડન્ટ્સ બધું જ એકસરખું છે. લોકોના મનમાં મારી જે છબી છે એને મેં સારી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. મેં મારા કૅરૅક્ટરમાં થોડી મારી સ્ટાઇલ પણ ઉમેરી છે. હું પુનિત મલ્હોત્રાનો ખૂબ આભારી છું કે તેમણે મને મારી જાતને એક્સપ્રેસ કરવાની તક આપી.’

આ પણ વાંચો : સ્ટુડન્ટ ઑફ ધ યર ૨માં વિલ સ્મિથ પણ જોવા મળશે?

અમારી આ ફિલ્મમાં ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ની ફ્લેવર પણ જોવા મળશે, પરંતુ એ પહેલી ફિલ્મ કરતાં એકદમ અલગ છે. આ ફિલ્મમાં સ્પોર્ટ્સ પણ અલગ છે અને અમે પહેલી વાર કબડ્ડીને ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ

- ટાઇગર શ્રોફ

tiger shroff