Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટુડન્ટ ઑફ ધ યર ૨માં વિલ સ્મિથ પણ જોવા મળશે?

સ્ટુડન્ટ ઑફ ધ યર ૨માં વિલ સ્મિથ પણ જોવા મળશે?

14 April, 2019 08:57 PM IST |

સ્ટુડન્ટ ઑફ ધ યર ૨માં વિલ સ્મિથ પણ જોવા મળશે?

વિલ સ્મિથ

વિલ સ્મિથ


‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’માં વિલ સ્મિથના એક ગીતને ફિલ્મમાં ઉમેરવામાં આવ્યું છે કે નહીં એ જાણવા માટે કરણ જોહરે સૌને ફિલ્મ જોવાનું કહ્યું છે. આ ફિલ્મનું શુક્રવારે ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. ૧૯૭૨માં આવેલી ફિલ્મ ‘જવાની દીવાની’નું ગીત ‘યે જવાની હૈ દીવાની’ને આ ફિલ્મમાં રીક્રીએટ કરવામાં આવ્યું છે. વિલ સ્મિથના અપીરન્સ વિશે પૂછવામાં આવતાં કરણ જોહરે કહ્યું હતું કે ‘સ્મિથે પોતાના ફેસબુક શો ‘બકેટ લિસ્ટ’ માટે ગીત શૂટ કર્યું હતું. તેની ઇચ્છા હતી કે તે બૉલીવુડના એક ગીતમાં કામ કરે. સદ્ભાગ્યે હું થોડાં વર્ષોથી વિલ સ્મિથને ઓળખું છું. તેની ટીમે જ્યારે મારો સંપર્ક કર્યો હતો ત્યારે અમે ‘યે જવાની હૈ દીવાની’નું ગીત શૂટ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપડા જોનસ લાવશે વેડિંગ કૉમેડી



તેણે આવીને ૨૦૧૨માં આવેલી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના ગીત ‘રાધા’નું રિહર્સલ કર્યું હતું. આ બન્ને ફિલ્મનો પરસ્પર તાલમેલ છે. તેણે આવીને શૂટ કર્યું હતું. ફિલ્મમાં તેનું ગીત ઉમેરવામાં આïવશે કે નહીં એ એક સવાલ છે. હું એનો જવાબ નહીં આપું અને તમારે એના માટે ફિલ્મ જોવી પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2019 08:57 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK