✕

ટાઇગરનો ઍનિમલ લુક બન્યો ચર્ચાસ્પદ

19 November, 2024 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાગી 4ના લોહિયાળ પોસ્ટર સાથે પાંચમી સપ્ટેમ્બરની રિલીઝ-ડેટ જાહેર કરવામાં આવી

‘બાગી 4’નું પોસ્ટર

ગઈ કાલે ટાઇગર શ્રોફની ‘બાગી 4’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને એને પગલે મીડિયા પર એના વિશે ચર્ચા જામી છે. આ પોસ્ટર રીતસરનું લોહિયાળ છે. દૃશ્ય એક ટૉઇલેટ-બાથરૂમનું છે જેમાં ટાઇગર ટૉઇલેટ સીટ પર બેઠો છે અને તેના પગ પાસે બે લાશ પડી છે; તેના એક હાથમાં કોયતો છે, એક હાથમાં વ્હિસ્કીની બૉટલ છે અને મોઢામાં સિગારેટ છે; તેણે શૉર્ટ્સ અને ડેનિમનું શર્ટ પહેરેલાં છે. કોયતો, ટાઇગરનાં કપડાં, તેનું શરીર, આખું બાથરૂમ લોહિયાળ છે.

આવતા વર્ષે પાંચમી સપ્ટેમ્બર ૨૦૨૫ના આ ફિલ્મ રિલીઝ થશે એવી જાહેરાત પોસ્ટરમાં કરવામાં આવી છે. આ પોસ્ટર જોઈને સોશ્યલ મીડિયા પર લોકો આ ફિલ્મને ‘ઍનિમલ’થી પ્રેરિત ગણાવી રહ્યા છે. કોઈક લખે છે કે અબ સારે ‘ઍનિમલ’ કે કૉપીકૅટ બન ગએ, બસ કરો ભાઈ. બીજા એક જણે લખ્યું કે ‘ઍનિમલ’ કા એન્ડિંગ સીન, જ્યારે એક જણે કમેન્ટ કરી કે અબ સબ ‘ઍનિમલ’ બનેંગે.

tiger shroff baaghi upcoming movie social media animal bollywood bollywood news entertainment news