09 September, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટાઇગર શ્રોફ
આ શુક્રવારે ટાઇગર શ્રોફને લીડ રોલમાં ચમકાવતી ‘બાગી 4’ રિલીઝ થઈ છે અને રવિવારે ટાઇગર પોતાના ફૅન્સને રૂબરૂ મળવા માટે બાંદરા-વેસ્ટમાં આવેલા ગેઇટી-ગૅલૅક્સી થિયેટર પહોંચી ગયો હતો. ટાઇગરના ફૅન્સ તેને પોતાની વચ્ચે જોઈને બહુ ખુશ થઈ ગયા હતા અને ઉત્સાહથી બૂમ પાડવા માંડ્યા હતા. ચાહકોના ઉત્સાહને પ્રતિસાદ આપવા માટે ટાઇગર પણ ઉત્સાહમાં પોતાનું ટી-શર્ટ ઉતારીને ફૅન્સ સામે ટૉપલેસ થઈ ગયો હતો અને પછી ટી-શર્ટ ફૅન્સના ટોળા પર ગિફ્ટ તરીકે ફેંક્યું હતું.
ટાઇગર શ્રોફે ખારનો લક્ઝરી અપાર્ટમેન્ટ ૧૫.૬૦ કરોડ રૂપિયામાં વેચીને મેળવ્યો ૪ કરોડ રૂપિયા જેટલો નફો
ટાઇગર શ્રોફે ખારમાં રુસ્તમજી પૅરેમાઉન્ટ પ્રોજેક્ટમાં આવેલો તેનો એક લક્ઝરી અપાર્ટમેન્ટ ૧૫.૬૦ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. રિપોર્ટ પ્રમાણે આ ડીલ સપ્ટેમ્બરમાં કરવામાં આવી છે. આ અપાર્ટમેન્ટ ૧૯૮૯.૭૨ સ્ક્વેર ફુટ કાર્પેટ એરિયા અને ૨૧૮૯ સ્ક્વેર ફુટ બિલ્ટ-અપ એરિયા ધરાવે છે તેમ જ એમાં ત્રણ કાર-પાર્કિંગ સ્પેસ પણ છે. ટાઇગરે આ ડીલ માટે ૯૩.૬૦ લાખ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી ચૂકવી છે. ટાઇગરે આ પ્રૉપર્ટી ૨૦૧૮માં ૧૧.૬૨ કરોડ રૂપિયામાં ખરીદી હતી અને અત્યારે ૧૫.૬૦ કરોડ રૂપિયામાં વેચી છે અને એમાં તેને ચાર કરોડ રૂપિયા જેટલો નફો થયો છે.