ફરી લૉકડાઉનને કારણે ઘરમાં મિની જિમ બનાવ્યું ટાઇગરે

07 April, 2021 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મોની તૈયારીના ભાગરૂપે તેણે એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. પહેલી વાર જ્યારે લૉકડાઉન થયું હતું ત્યારે ટાઇગરે થોડાં સાધન તેના ઘરે મંગાવ્યાં હતાં

ટાઇગર શ્રૉફ

ટાઇગર શ્રોફે હાલમાં જ તેના ઘરે મિની જિમ બનાવ્યું છે. તે હાલમાં ઍક્શન ફિલ્મો ‘હીરોપંતી 2’, ‘બાગી 4’ અને ‘ગણપત’માં વ્યસ્ત છે. આ ફિલ્મોની તૈયારીના ભાગરૂપે તેણે એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. પહેલી વાર જ્યારે લૉકડાઉન થયું હતું ત્યારે ટાઇગરે થોડાં સાધન તેના ઘરે મંગાવ્યાં હતાં. જોકે હવે તેણે એક મિની જિમ જ ઊભું કરી લીધું છે જેથી તે જિમમાં ન જઈ શકે તો પણ તેના ઘરે કસરત કરી શકે. તેની ઍક્શન જોરદાર હોય છે અને એ માટે તેની ફિટ બૉડી હોવી જરૂરી છે. આથી તેની બૉડીને શેપમાં રાખવા માટે તેણે આ પગલું લીધું છે.

tiger shroff bollywood bollywood news bollywood gossips