ટીસિરીઝની 3 ફિલ્મો ઝુંડ, લૂડો અને ઇંદૂ કી જવાની રિલીઝ થશે નેટફ્લિક્સ પર

29 June, 2020 08:06 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ટીસિરીઝની 3 ફિલ્મો ઝુંડ, લૂડો અને ઇંદૂ કી જવાની રિલીઝ થશે નેટફ્લિક્સ પર

બૉલીવુડ ફિલ્મ નિર્માતાઓ માટે કોરોનાવાઇરસનો રોગચાળો બહુ ભારે રહ્યો છે કારણકે થિએટ્રિકલ રિલીઝની શક્યતાઓ તો નજીકનાં ભવિષ્યમાં છે જ નહીં. પરંતુ OTT પ્લેટફોર્મને સહારે હવે ફિલ્મો રિલીઝ થવા માંડી છે. બૉક્સ ઑફિસ ફરી શરૂ થાય તેની રાહ જોવાનુ પ્રોડ્યૂસર્સ પણ ટાળી રહ્યા છે અને હવે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ જ તેમની પહેલી પસંદ બની રહી છે. પ્રોડ્યૂસર વિક્રમ મલહોત્રાએ વિદ્યા બાલનની શકુંતલા દેવીને ઓનલાઇન પ્લેફોર્મ પર રીલિઝ કરવાની જાહેરાત તો ક્યારની કરી દીધી છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. આ તરફ પેનોરમા સ્ટુડિયોના કુમાર મંગત પાઠકે ભુજ: ધ પ્રાઇડ Indiaફ ઇન્ડિયા, ધ બિગ બુલ અને ખુદા હાફિઝ બધું જ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ કરવાનું નક્કી કર્યું છે તેવા સમાચાર પણ છે. આ નવા ટ્રેન્ડને અનુસકરવામાં ભુષણ કુમાર પણ પાછળ નથી. પીપિંગ મૂન. કોમના રિપોર્ટ અનુસાર ટી સિરીઝ હોંચોએ નાના બજેટની ત્રણ ફિલ્મો નેટફ્લિક્સ રિલીઝ માટે વેચી દીધી છે. સુત્રો અનુસાર આ ડીલ લૉક થઇ ગઇ છે અને જલદી જ તેનું એનાઉન્સમેન્ટ પણ કરાશે. લૂડો, ઝૂંડ અને ઇંદુ કી જવાની આ ત્રણેય ફિલ્મો બનીને તૈયાર છે અને આ વર્ષનાં પૂર્વાર્ધમાં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાવાઇરસનું નડતર હોવાને કારણે હવે આ ફિલ્મો સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

એવી વકી છે કે ટી સિરીઝ તેમની આવનારી ફિલ્મો જેમાં જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશમીની મુંબઇ સાગા અને પરિણીતી ચોપરાની સાઇના નેહવાલ બાયોપિક છે તે માટે પણ OTT પ્લેટફોર્મ સાથે વાત કરી રહી છે પણ હજી સુધી આ અંગે કશું ફાઇનલાઇઝ નથી થયું. સુત્રો અનુસાર રાહ જોવાઇ રહી છે કે આ ફિલ્મોનો જેટલો પણ ભાગ બાકી છે તે શૂટ થશે બાદમા નક્કી કરાશે કે તે ડિજીટલી રિલીઝ કરવી કે નહીં. ટી સિરીઝની સંયુક્ત ઉપક્રમે બનેલી ફિલ્મો જે એઝરા તથા ટ્યૂઝડેઝ એન્ડ ફ્રાઇડેઝની રિમેક છે તે પણ કદાચ OTT પર જ રિલીઝ થઇ શકે છે.

bhushan kumar amitabh bachchan abhishek bachchan kiara advani netflix