‘શહઝાદા’ના ટ્રેલર લૉન્ચ માટે ત્રણ દિવસ સુધી ત્રણ શહેરમાં સેલિબ્રેશન

07 January, 2023 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યન અને ક્રિતી સૅનનની ‘શહઝાદા’ના ટ્રેલર લૉન્ચ માટે હવે ત્રણ દિવસ સુધી ઇન્ડિયાનાં જુદા-જુદા ત્રણ શહેરમાં ગ્રૅન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન અને ક્રિતી સૅનનની ‘શહઝાદા’ના ટ્રેલર લૉન્ચ માટે હવે ત્રણ દિવસ સુધી ઇન્ડિયાનાં જુદા-જુદા ત્રણ શહેરમાં ગ્રૅન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મના ટ્રેલરને બાર જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ માટે બાર જાન્યુઆરીએ મુંબઈમાં, તેર જાન્યુઆરીએ પંજાબના જલંધરમાં અને ૧૪ જાન્યુઆરીએ ગુજરાતના ગ્રેટ રણ ઑફ કચ્છમાં એનું સેલિબ્રેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મને રોહિત ધવન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ભૂષણ કુમાર, અલ્લુ અરવિંદ અને અમન ગિલ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે જેને દસ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ વિશે મેકર્સે કહ્યું કે ‘આ ફિલ્મને ભારતભરમાં ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને એથી જ અમે ટ્રેલર લૉન્ચ ઇવેન્ટને લાર્જર ધૅન લાઇફ સેલિબ્રેશન બનાવવાનું નક્કી કર્યું છે. દર્શકો કરતાં અમારી ટીમ ખૂબ જ એક્સાઇટેડ છે. તેઓ જેમ બને એમ તેમની મહેનતને લોકો સુધી પહોંચાડવા માટે ઉત્સુક છે. અમને જે સતત પ્રેમ અને સપોર્ટ મળ્યો છે એ માટે અમે ત્રણ દિવસનું સેલિબ્રેશન કરવાના છીએ.’

bollywood news kartik aaryan kriti sanon