આ ફિલ્મોની ટક્કર નથી, પરંતુ બે સારી ફિલ્મો એકસાથે સારા દિવસે આવી રહી છે : અક્ષય

23 June, 2022 05:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘રક્ષાબંધન’ અને ‘લાલ સિંહ ચઢ્ઢા’ની બૉક્સ-ઑફિસ ક્લૅશ પર તેણે આવું કહ્યું

આ ફિલ્મોની ટક્કર નથી, પરંતુ બે સારી ફિલ્મો એકસાથે સારા દિવસે આવી રહી છે

અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ અને આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ એક જ દિવસે એટલે કે ૧૧ ઑગસ્ટે રિલીઝ થવાની છે. એથી પરસ્પર ક્લૅશ નહીં થાય એવું અક્ષયકુમારે જણાવ્યું છે. ‘રક્ષાબંધન’ને આનંદ એલ. રાયે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડણેકર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ભાઈ-બહેનોના સંબંધો પર પ્રકાશ પાડશે. તો બીજી તરફ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર સાથે કરીના કપૂર ખાન લીડ રોલમાં છે. એવામાં આ બન્ને ફિલ્મો વચ્ચે બૉક્સ-ઑફિસ પર ટક્કર થવાની છે. એને લઈને અક્ષયકુમારે કહ્યું કે ‘આ કંઈ ક્લૅશ નથી. આ તો બે સારી ફિલ્મો એક જ દિવસે આવી રહી છે અને એ મોટો દિવસ છે. રક્ષાબંધન હોવાથી લોકોને રજા હશે. કોવિડને કારણે અનેક ફિલ્મો રિલીઝ નથી થઈ શકી. કેટલીય ફિલ્મો હજી રિલીઝની રાહ જોઈ રહી છે. એથી એ તો સ્વાભાવિક છે કે એક જ અઠવાડિયામાં બે ફિલ્મો રિલીઝ થાય. આશા છે કે બન્ને ફિલ્મો સારી ચાલે.’

bollywood news Akshay kumar