વિદ્યા બાલનનો શકુંતલા દેવી તરીકેનો લૂક જોઈ દીકરીએ આપી આવી પ્રતિક્રિયા..

21 September, 2019 03:26 PM IST  |  મુંબઈ

વિદ્યા બાલનનો શકુંતલા દેવી તરીકેનો લૂક જોઈ દીકરીએ આપી આવી પ્રતિક્રિયા..

વિદ્યા બાલનનો શકુંતલા દેવી તરીકેનો દીકરીએ આપી આવી પ્રતિક્રિયા..

બોલીવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન પોતાના ચાહકો માટે હ્યૂમન કંપ્યૂટર શકુંતલા દેવીની બાયોપિક લઈને આવી રહી છે. આ ફિલ્મનો ફર્સ્ટલુક સામે આવી ચુક્યો છે. જેમાં વિદ્યા હૂબહૂ શકુંતલા દેવી જેવી જ લાગી રહી છે. તેમનો આ લૂક જોઈને શકુંતલા દેવીની પુત્રીની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

લંડનમાં રહેતા શકુંતલા દેવીની દીકરી અનુપમા વિદ્યાને પોતાની માતાના લૂકમાં જોઈને ખૂબ જ ઉત્સાહિત છે. પિંકવિલામાં પોતાના સૂત્રોના હવાલાથી લખ્યું છે કે તેમણે આટલી સારી રીતે પોતાની માતાનો લૂક કૅરી કરવા માટે વિદ્યા બાલનની ખૂબ જ પ્રશંસા કરી છે. અનુપમાએ કહ્યું કે, તેમને જોઈને અચાનક મારી માતાની યાદ આવી ગઈ છે.


તમને જણાવી દઈએ કે હાલમાં જ વિદ્યા બાલને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી પોતાનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. આ સાથે તેણણે લખ્યું કે, 'મારી ઉત્સુકતા રોજ વધી રહી છે. આ સમય છે ગણિતના જડોને ખોદવાનો.' આ પોસ્ટરમાં તેઓ બિલકુલ શકુંતલા દેવીની જેમ જ નજર આવી રહી છે. આ ફિલ્મમાં તે નાના વાળમાં નજર આવશે. તેમના આ લૂકના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ અનુ મેનન નિર્દેશિત કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે શકુંતલા દેવી અદ્ભૂત ગણિતજ્ઞ હતા, તેમની પ્રતિભાને જોતા તેમને માનવ કમ્પ્યૂટરનું નામ આપવામાં આવ્યું હતું. 1982માં તેમનું નામ ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવે છે.

આ પણ જુઓઃ Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

આ પહેલા વિદ્યા બાલન મિશન મંગલમાં નજર આવી હતી. ફિલ્મમાં બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. અક્ષય કુમાર, તાપસી પન્નૂ અને વિદ્યા બાલન સ્ટારર આ ફિલ્મે સારી કમાણી કરતા બૉક્સ ઑફિસ વચ્ચે 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ચુકી છે.

vidya balan